ટોપ ન્યૂઝનેશનલ

‘આજે પણ મને એ દિવસ યાદ છે…’ વાજપેયીની 100 મી જન્મજયંતિ પર વડા પ્રધાન મોદીનો લેખ…

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે 100મી જન્મજયંતિ (100th birth anniversary of Atal Bihari Vajpayee) છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. વડા પ્રધાન મોદીએ નમો એપ પર વાજપેયી અંગે લખેલો એક લેખ પણ શેર (PM Modi Article) કર્યો છે. તેમણે લખ્યું કે જે રીતે વાજપેયીએ બંધારણીય મૂલ્યોનું જતન કરીને દેશને નવી દિશા અને ગતિ આપી, તેની અસર હંમેશા ‘અટલ’ રહેશે. તેમની સાનિધ્ય અને આશીર્વાદ મળવા એ મારું સૌભાગ્ય છે.

India Today

અટલજી સાહસથી ડરતા ન હતા:

વડા પ્રધાન મોદીએ લેખમાં લખ્યું કે, મેં જી ભર જીયા, મેં મન સે મરું… લૌટકર આઉંગા, કુચ સે ક્યોં ડરું, અટલજીના આ શબ્દો કેટલા સાહસિક અને ગહન છે. અટલજી, કૂચથી ડરતા ન હતા. તેઓ એમ પણ કહેતા કે… જીવન બંજારો કા ડેરા આજ યહાં, કલ કહાં કુચ… કૌન જાનતા કિધર સવેરા. જો તેઓ આજે આપણી વચ્ચે હોત તો તેમની જન્મતારીખની નવી સવાર જોતા હોત. હું એ દિવસ ભૂલી નથી શકતો જ્યારે તેમણે મને નજીક બોલાવ્યો, મને આલિંગન આપ્યું અને મારી પીઠ પર થાબડી માર્યો. તે સ્નેહ, તે પ્રેમ મારા જીવનમાં એક મહાન આશીર્વાદ છે.

સુશાસનનો અટલ દિવસ:

25મી ડિસેમ્બર એ ભારતીય રાજકારણ અને ભારતીય લોકો માટે સુશાસનનો અટલ દિવસ છે. આજે આખો દેશ આપણા ભારત રત્ન અટલને તે આદર્શ વ્યક્તિત્વ તરીકે યાદ કરી રહ્યો છે, જેમણે પોતાની નમ્રતા, સાદગી અને દયાથી કરોડો ભારતીયોના મનમાં સ્થાન બનાવ્યું હતું. સમગ્ર દેશ તેમની રાજનીતિ અને તેમના યોગદાન માટે આભારી છે.

દેશને સ્થિરતા અપાવી:

21મી સદીને ભારતની સદી બનાવવા માટે તેમની સરકારે લીધેલા પગલાઓએ દેશને નવી દિશા અને ગતિ આપી. 1998માં જ્યારે તેમણે પીએમ પદ સંભાળ્યું તે સમયગાળા દરમિયાન દેશ રાજકીય અસ્થિરતાથી ઘેરાયેલો હતો. દેશે નવ વર્ષમાં ચાર વખત લોકસભાની ચૂંટણી જોઈ હતી. લોકોને શંકા હતી કે આ સરકાર પણ તેમની અપેક્ષાઓ પૂરી કરી શકશે નહીં. આવા સમયે એક સામાન્ય પરિવારમાંથી આવતા અટલજીએ દેશને સ્થિરતા અને સુશાસનનું મોડેલ આપ્યું અને ભારતને નવા વિકાસની ખાતરી આપી. તેઓ એવા નેતા હતા જેમનો પ્રભાવ આજે પણ કાયમ છે. તેઓ ભવિષ્યના ભારતના સ્વપ્નદ્રષ્ટા હતા. તેમની સરકાર આઈટી અને ટેલિકોમ્યુનિકેશનની દુનિયામાં દેશને ઝડપથી આગળ લઈ ગઈ. તેમના શાસનકાળમાં જ ટેક્નોલોજીને સામાન્ય માણસ સુધી પહોંચડવાનું કામ શરૂ થયું હતું.

વાજપેયીની સરકારની યોજનાઓ:

Wikipedia

વાજપેયીની સરકાર દરમિયાન શરૂ થયલી સુવર્ણ ચતુર્ભુજ યોજનાએ મહાનગરોને એક બીજા સાથે જોડ્યા , તે આજે પણ આપણી યાદોમાં અમીટ છે. સ્થાનિક કનેક્ટિવિટી વધારવા માટે તેમની ગઠબંધન સરકારે પીએમ ગ્રામ સડક યોજના જેવા કાર્યક્રમો પણ શરૂ કર્યા. દિલ્હી મેટ્રો તેમના શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી, જેને અમારી સરકાર આજે વિશ્વ કક્ષાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તરીકે વિસ્તારી રહી છે. આવા પ્રયાસો દ્વારા તેમણે આર્થિક પ્રગતિને નવી તાકાત આપી. જ્યારે પણ સર્વ શિક્ષા અભિયાનની વાત થાય છે, ત્યારે અટલજીની સરકારનો ઉલ્લેખ ચોક્કસ થાય છે. તેઓ ઇચ્છતા હતા કે ભારતના તમામ વર્ગો એટલે કે SC, ST, OBC અને મહિલાઓ માટે શિક્ષણ સરળ અને સુલભ હોવું જોઈએ.

પરમાણુ પરીક્ષણ:

NDTV

અટલ સરકારના આવા અનેક સાહસિક કાર્યો છે, જેને આજે પણ દેશવાસીઓ ગર્વથી યાદ કરે છે. દેશ આજે પણ 11 મે 1998 ના તે ગૌરવશાળી દિવસને યાદ કરે છે, જ્યારે એનડીએ સરકારની રચનાના થોડા દિવસો બાદ પોખરણમાં સફળ પરમાણુ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ પછી, સમગ્ર વિશ્વમાં ભારતીય વૈજ્ઞાનિકો વિશે ચર્ચાઓ શરૂ થઈ. ઘણા દેશોએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી, પરંતુ અટલજીની સરકારે કોઈપણ દબાણની પરવા કરી નહીં. પીછેહઠ કરવાને બદલે, 13 મેના રોજ બીજી ટેસ્ટ હાથ ધરવામાં આવી હતી. તેમના શાસનકાળ દરમિયાન સુરક્ષા સંબંધિત અનેક પડકારો હતા. કારગિલ યુદ્ધનો સમયગાળો આવ્યો. આતંકવાદીઓએ સંસદ પર કાયરતાપૂર્ણ હુમલો કર્યો. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલાથી વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ ગઈ, પરંતુ દરેક પરિસ્થિતિમાં અટલજી માટે ભારતનું હિત સર્વોપરી રહ્યું.

પક્ષ કરતા દેશ મોટો:

Thenews

હું જાણું છું કે કટોકટી પછી, 1977ની લોકસભાની ચૂંટણી પહેલા ભારતીય જનસંઘને જનતા પાર્ટીમાં ભેળવી દેવાનો નિર્ણય ભલે સરળ ન હતો, પરંતુ તેમના માટે દરેક દેશભક્ત કાર્યકરની જેમ, પક્ષ કરતા દેશ મોટો હતો, સંસ્થા કરતાં બંધારણ મોટું હતું. વિદેશ પ્રધાન બન્યા બાદ જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવાની તક મળી ત્યારે તેમણે હિન્દીમાં ભાષણ આપ્યું હતું. તેમણે ભારતની ધરોહરને વિશ્વ મંચ પર સ્થાન આપ્યું. કોંગ્રેસનો વિકલ્પ બનવું સરળ ન હતું ત્યારે તેમણે ભાજપનો પાયો નાખ્યો.

કોંગ્રેસની વિકલ્પ આપ્યો:

The Indian Express

લાલ કૃષ્ણ અડવાણી અને ડૉ. મુરલી મનોહર જોશી જેવા દિગ્ગજ વ્યક્તિઓ સાથે મળીને તેમણે અનેક પડકારો પર વિજય મેળવ્યો અને પાર્ટીને સફળતાના શિખરો પર લઈ ગઈ. જ્યારે પણ તેમને સત્તા અને વિચારધારા વચ્ચે પસંદગી કરવાની હતી ત્યારે તેમણે ખુલ્લા મનથી વિચારધારા પસંદ કરી હતી. તેઓ દેશને એ સમજાવવામાં સફળ થયા કે કોંગ્રેસના દૃષ્ટિકોણથી અલગ વૈકલ્પિક વિશ્વ દૃષ્ટિકોણ શક્ય છે. અટલજીની 100મી જન્મજયંતિ એ એક સુશાસનના માણસની જન્મજયંતિ છે. મને વિશ્વાસ છે કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજી દ્વારા શીખવવામાં આવેલા સિદ્ધાંતો આપણને ભારતને નવી પ્રગતિ અને સમૃદ્ધિના માર્ગે આગળ વધારવા માટે પ્રેરણા આપતા રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button