મનોરંજન

સ્મણાંજલિઃ આ કારણે આ દિગ્ગજ કલાકાર ન હતા ઉજવતા પોતાનો જન્મદિવસ

આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અશોક કુમારનો જન્મદિવસ છે. અશોકનો જન્મ 13 ઓક્ટોબર, 1911 ના રોજ ભાગલપુરમાં થયો હતો, બોલિવૂડમાં લાંબી સફળ કારકિર્દી પછી તેમણે એટલે કે 10 ડિસેમ્બર, 2001 ના રોજ દુનિયાને અલવિદા કહ્યું. તેમના જન્મદિવસ પર તેમને હેપ્પી બર્થ ડે વિશ ન કરવાનું કારણ છે. આ કારણ માત્ર તેમને નહીં પણ આપણને પણ દુઃખ આપનારું છે.

અશોક કુમારના જીવનમાં એક એવી ક્ષણ આવી કે કદાચ તેઓ તેમના જન્મદિવસને નફરત કરવા લાગ્યા અને તેમના જન્મદિવસની ઉજવણી કરવાનું બંધ કરી દીધું. આ વાત છે 13 ઓક્ટોબર, 1987ની જ્યારે તેમનો 76મો જન્મદિવસ હતો. આ દિવસે અચાનક તેમને સમાચાર મળ્યા કે તેમના નાના ભાઈ અને ખૂબ જ પ્રતીભાશાળી ગાયક-સંગીતકાર અને અભિનેતા કિશોર કુમારનું નિધન થઈ ગયું છે. સમગ્ર ફિલ્મજગત અને ચાહકો માટે આ સમાચાર આઘાત આપનારા હતા ત્યારે મોટા ભાઈ અશોક કુમારના દુઃખની તો કલ્પના પણ કરી શકાય તેમ નથી.

કે અશોક કુમાર તેમના ભાઈ કિશોર કુમાર કરતા 18 વર્ષ મોટા હતા. પોતાના નાના ભાઈની આ અણધારી વિદાય બાદ ક્યારેય તેમણે પોતાનો જન્મદિવસ ઉજવ્યો ન હતો, તેમ મીડિયા રિપોર્ટ્સ જણાવે છે. આથી આજે આપણે તેમને યાદ કરી સ્મરણાંજલિ આપશું.

અશોક કુમારનું સાચું નામ કુમુદલાલ ગાંગુલી હતું. દાદામુની તરીકે જાણીતા અશોક કુમારે લાંબા સમય સુધી ફિલ્મોમાં કામ કર્યું. આ કારણે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.


અશોક કુમારનો જન્મ 13 ઓક્ટોબર 1911ના રોજ એક મધ્યમ વર્ગના બંગાળી પરિવારમાં થયો હતો. અશોક કુમારનું સાચું નામ કુમુદલાલ ગાંગુલી હતું, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમનું નામ અશોક કુમાર હતું. અશોક કુમારના પિતા ઈચ્છતા હતા કે તેઓ વકીલ બને. આ માટે તેણે અભિનેતાને લો કોલેજમાં પ્રવેશ અપાવ્યો, પરંતુ અશોક કુમાર પરીક્ષામાં નાપાસ થયા.


દાદા મુનિ તરીકે જાણીતા અશોક કુમારે 40ના દાયકામાં પોતાની અભિનય ક્ષમતાથી ફિલ્મોમાં એક નવો અધ્યાય લખ્યો હતો. અશોક નોકરીની શોધમાં મુંબઈ પહોંચ્યા અને 1934માં અશોક કુમારે બોમ્બે ટોકીઝમાં લેબ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આ સમય દરમિયાન અશોકની મુલાકાત હિમાંશુ રાય સાથે થઈ.


રાયે તેને અભિનેતા બનવા કહ્યું પરંતુ અશોકે ના પાડી. બાદમાં અશોકે પણ દિગ્દર્શનમાં મદદ કરવાનું શરૂ કર્યું અને તેને ફરીથી ફિલ્મોમાં કામ કરવાની તક મળી અને તેની પ્રથમ ફિલ્મ ‘જીવન નૈયા’ (1936) હતી. અશોક કુમારને આ ફિલ્મ મળવા પાછળ એક રસપ્રદ વાર્તા છે. અશોક પહેલા ડિરેક્ટરે ફિલ્મમાં નજમ-ઉલ-હસન અને દેવિકા રાનીની પસંદગી કરી હતી, પરંતુ તે બંને પ્રોજેક્ટમાંથી ભાગી ગયા હતા. આવી સ્થિતિમાં, દિગ્દર્શકે પોતાના સુંદર લેબ આસિસ્ટન્ટને ફિલ્મનો હીરો બનાવવાનું નક્કી કર્યું. બાદમાં દેવિકા રાની પાછી આવી અને શૂટિંગ પૂર્ણ કર્યું. દેવિકા રાની સાથેની બીજી એક ફિલ્મ અછૂત કન્યાએ અશોક કુમારને વધુ ઓળખ આપી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button