જોન અબ્રાહમ કરતા તેની પત્ની કેટલા વર્ષ નાની છે, જાણો શું કરે છે?
બોલીવુડમાં અનેક એવા કલાકારો છે, જેમણે અભિનેત્રીઓ સાથે લગ્ન નથી કર્યા. જોન અબ્રાહમ એમાંનો એક છે. જોન અબ્રાહમની પત્ની અભિનેત્રી નથી અને લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. અભિનેતાની પત્નીનું નામ પ્રિયા રૂંચલ છે. બંનેએ વિદેશમાં લગ્ન કર્યા હતા. ચાલો જાણીએ પ્રિયા રૂંચલ વિશે. પ્રિયા રૂંચલ વ્યવસાયે નાણાકીય વિશ્લેષક અને બેંકર છે. ફેશન અને સ્ટાઈલની બાબતમાં તે કોઈથી ઓછી નથી. પ્રિયા ૩૭ વર્ષની છે. જ્યારે જ્હોનની ઉંમર બાવન વર્ષ છે.
આ પણ વાંચો: જ્હોન અબ્રાહમે શાહરૂખ, દેવગન, અક્કીને ઝાટકી નાખ્યા, કહી દીધું કે…
જ્હોન અબ્રાહમના લગ્ન વિશે બહુ ચર્ચા થઈ નહોતી, કારણ કે તેમણે વિદેશમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. આ કપલે ૩ જાન્યુઆરી ૨૦૧૪માં લોસ એન્જલસમાં લગ્ન કર્યા હતા, જેમાં મર્યાદિત સંખ્યામાં લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું.
પ્રિયા રૂંચલ પણ સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ નથી. ઈન્સ્ટાગ્રામ પર પણ તેને ૬૫ હજારથી વધુ લોકો ફોલો કરે છે. ક્યારેક તે ફેન્સ સાથે ફોટો શેર કરતી રહે છે. પ્રિયા ભલે બોલીવુડ અને મોડલિંગથી દૂર રહે છે. પરંતુ ફેશન અને સ્ટાઇલની બાબતમાં તેનો કોઈ જવાબ નથી. તેના અદ્ભુત આઉટફીટ તો બોલીવુડ અભિનેત્રીઓને પણ ટક્કર આપતા હોય છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ તેની સામે ફિક્કી લાગી શકે.
આ પણ વાંચો: Ratan Tataએ પહેલી વાર ફિલ્મમાં લગાવ્યા પૈસા, નિષ્ફળ રહી, જાણો કઈ હતી Film?
જોન અબ્રાહમ અને પ્રિયા રુંચલ લગ્ન પહેલા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. પ્રિયા પણ જ્હોનની જેમ ફિટનેસનું ધ્યાન રાખે છે. તે અવારનવાર ફિટનેસ સંબંધિત વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.