ED એક્શનમાંઃ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરનો ફ્લેટ જપ્ત કર્યો…
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ થાણેના નીઓપોલિસ ટાવરમાં દાઉદ ઇબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરના ફ્લેટનો કબજો લઇ લીધો છે. ઇડીએ મની લોન્ડરિંગ કેસમાં એપ્રિલ 2022માં ફ્લેટને ટાંચ મારી હતી. 2017માં થાણેના કાસરવડવલી પોલીસ સ્ટેશનમાં કાસકર સામે નોંધાયેલા ખંડણીના કેસોની તપાસ ઈડી કરી રહ્યું છે. બાદમાં આ કેસ થાણાની ખંડણી વિરોધી પથકને સોંપવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : Dawood Ibrahimનો દીકરો શું કરે છે? આ જગ્યા પર વીતાવે છે મોટાભાગનો સમય…
કાસકર, તેના સાગરિત મુમતાઝ શેખ અને ઇસરારઅલી જમીલે દાઉદ ઇબ્રાહિમના નામનો ફાયદો ઉઠાવીને બિલ્ડર સુરેશ મહેતા પાસેથી ખંડણી પેટે મિલકત અને રોકડ રકમ પડાવી હતી. આશરે 75 લાખ રૂપિયાની કિંમતના આ ફ્લેટને બળજબરીથી શેખના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. 10 લાખના વ્યવહાર પણ નકલી ચેક દ્વારા બતાવવામાં આવ્યા હતા.
ઇડીએ બે ગુનાના આધારે આ કેસની તપાસ શરૂ કરી હતી. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆરએ) દ્વારા દાઉદ ઈબ્રાહિમ, અનીસ ઈબ્રાહીમ, છોટા શકીલ, ટાઈગર મેમણ અને અન્યો સામે કેસ નોંધવામાં આવ્યો હતો, જ્યારે બીજો કેસ ઈકબાલ કાસકર અને તેના સાથીઓ સામે ખંડણી સ્વીકારવા બદલ થાણા પોલીસ દ્વારા નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : દાઉદે એક વખત બાબા સિદ્દીકીને શું આપી હતી ધમકી, જાણો અંડરવર્લ્ડની અજાણી વાત…
તપાસમાં ઈડીએ ગેરકાયદે માધ્યમથી મેળવેલી મિલકતના મૂળને છુપાવવા માટે કરવામાં આવેલા વ્યવહાર ઉઘાડા પાડ્યા હતા. ઇડીના અધિકારીઓએ ફેબ્રુઆરી 2022માં કાસકરની પૂછપરછ કરી હતી. તેણે ભારતમાં દાઉદની ગુનાહિત પ્રવૃતિઓની માહિતી આપી હતી.
આરોપીઓના ઘરે દરોડા પાડવામાં આવ્યા બાદ, પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. એમાં એપ્રિલ 2022 સુધી થાણા પોલીસ અહેવાલના પુરાવા સહિત મની લોન્ડરિંગ પ્રતિબંધ કાયદા હેઠળ આરોપનામું દાખલ કરવામાં આવ્યું હતું. આમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા) અને ખંડણી અને કાવતરા સંબંધિત ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : દાઉદ ઈબ્રાહિમના કેટલા નામ છે, ખબર છે?