કોંગ્રેસે બાબાસાહેબનું સ્મારક બનવા દીધું નહીં: યોગીના કોંગ્રેસ પર પ્રહારો…
લખનઊઃ ગૃહમંત્રી અમિત શાહ દ્વારા તાજેતરમાં સંસદમાં ડો. બાબાસાહેબ આંબેડકર (B.R.Ambedkar) પર આપેલા નિવેદનને લઈને કોંગ્રેસમાં હોબાળો ચાલુ છે. અમિત શાહના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે આ સમગ્ર વિવાદમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સમગ્ર વિવાદમાં ઉતર્યા છે. 24 ડિસેમ્બર મંગળવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મુખ્ય પ્રધાન યોગીએ સમગ્ર વિવાદને લઈને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
આ પણ વાંચો : ચંદીગઢ પાલિકામાં નગરસેવકો અંદરોઅંદર બાખડ્યાં, મારામારીના દ્રશ્યો વાઈરલ…
ગૃહ મંત્રીના નિવેદનને અધૂરું બતાવવામાં આવ્યું
મુખ્ય પ્રધાન યોગીએ કહ્યું હતું કે ગૃહ મંત્રીના નિવેદનને અધૂરું બતાવીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. તેમના ભાષણને તોડી-મરોડીને વિકૃત કરવામાં આવ્યું છે. શું કોંગ્રેસનું આ વર્તન બંધારણીય ગણાશે? એક વરિષ્ઠ સાંસદને પાડવામાં આવ્યા છે. શું રાહુલ ગાંધીનું વર્તન બંધારણીય છે? દેશની જનતા તેમને માફ નહીં કરે. કોંગ્રેસને દલિતો અને વંચિતોની ચિંતા નથી, પરંતુ મુસ્લિમોની ચિંતા છે. નેહરુ બાબા સાહેબને બંધારણ સભાનો ભાગ બનવા માંગતા ન હતા.
કોંગ્રેસે સ્મારક બનવા ન દીધું
સીએમ યોગીએ આરોપ કરતાં કહ્યું હતું કે બાબા સાહેબને ચૂંટણીમાં હરાવવાનું કામ પણ કોંગ્રેસે કર્યું અને તેમને હરાવવા માટે પંડિત નેહરુએ પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે તેમને ન માત્ર હરાવ્યા પરંતુ તેમના સાથી પક્ષોને તોડીને તેમને લડાવ્યા અને પછી તેમને પદ્મ પુરસ્કાર આપ્યો. બાબા સાહેબના મહાપરિનિર્વાણ પછી ક્યાંય સ્મારક બનાવવાની મંજૂરી આપવામાં આવી નથી. બાબા સાહેબનું પંચતીર્થ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ભાજપને સમર્થન કરતી સરકાર દ્વારા બાબા સાહેબને ભારત રત્ન આપવામાં આવ્યો હતો.
દલિતો-વંચિતોનું અપમાન કરવાનો કોંગ્રેસનો ઇતિહાસ
મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, દેશમાં દલિતો અને વંચિતોનું અપમાન કરવાનો કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. કોંગ્રેસનો ઈતિહાસ તુષ્ટિકરણના આધારે દલિતો અને વંચિતોને તેમના અધિકારોને સંપૂર્ણપણે નકારવાના પ્રયાસનો ભાગ રહ્યો છે. તુષ્ટિકરણના આધારે દેશને વિભાજનની અણી પર લાવવાનું કામ કોંગ્રેસે કર્યું. જવાહરલાલ નેહરુ બાબાસાહેબ આંબેડકર બંધારણ સભાનો ભાગ બને તેવું ઈચ્છતા ન હતા.
આ પણ વાંચો : મહાકુંભમાં જઈ રહ્યા છો? અહીં મળશે હોટેલ, ગેસ્ટહાઉસ અને ટેન્ટ સીટીની માહિતી
નહેરુ નહોતા ઈચ્છતા કે બાબા સાહેબ…
મુખ્ય પ્રધાન યોગીએ વધુમાં કહ્યું કે, કોંગ્રેસનો ઈતિહાસ વંચિતોને રોકવાનો રહ્યો છે. કોણ નથી જાણતું કે નહેરુ બાબા સાહેબને બંધારણ સભાનો ભાગ બનાવવા માંગતા ન હતા. મહાત્મા ગાંધીના હસ્તક્ષેપ પછી આ શક્ય બન્યું. બાબા સાહેબે નેહરુ સરકાર પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેમને ગૃહમાં બોલવા દેવાયા નથી. બાબા સાહેબે કહ્યું હતું કે કોંગ્રેસ અને નેહરુને વંચિત દલિતોની ચિંતા નથી, મેં ઉચ્ચ પદવી મેળવી છે અને મને કોઈ સમિતિમાં મૂકવામાં આવ્યો નથી.