હવે અમેઠીમાંથી મળ્યું 120 વર્ષ જૂનું શિવ મંદિર, જાણો શું છે હકીકત?
અમેઠી: હાલ સંભલમાં મસ્જિદનો વિવાદ ચાલી રહ્યો છે અને દરમિયાન જ શિવ મંદિર મળી આવ્યું છે. તે દરમિયાન હવે અમેઠીમાંથી પણ 120 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું છે. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે આ પ્રાચીન પંચશિખર શિવ મંદિર પર અન્ય સમુદાયના લોકો દ્વારા ગેરકાયદે કબજો કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોએ એસડીએમને આવેદન આપીને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. ગ્રામજનોનો આરોપ છે કે છેલ્લા 20 વર્ષથી એક સમુદાયને મંદિરમાં પૂજા કરવા પર પ્રતિબંધ છે. હાલ સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: સંભલમાં 42 વર્ષ બાદ ખુલ્યું હનુમાન-શિવ મંદિર, તપાસમાં પોલીસ પણ ચોંકી ઉઠી!
120 વર્ષ જૂનું પંચશિખર શિવમંદિર
પ્રાપ્ત થઈ રહેલી વિગતો અનુસાર આ કિસ્સો અમેઠી જિલ્લાના ઔરંગાબાદ ગામનો છે, જ્યાં 120 વર્ષ જૂના શિવ મંદિર પર અલ્પસંખ્યક સમુદાયના લોકોએ કબજો કરી લીધું હતું અને છેલ્લા 20 વર્ષથી આ મંદિરમાં પૂજા પર રોક લગાવી દેવામાં આવી હતી. સ્થાનિક લોકોએ જણાવ્યું કે ભગવાન શંકરનું આ પંચશિખર મંદિર 120 વર્ષ જૂનું છે. આ મંદિરની સ્થાપના 120 વર્ષ પહેલા એક દલિત પરિવાર દ્વારા કરવામાં આવી હતી. આ ગામની મોટાભાગની વસ્તી અલ્પસંખ્યક સમુદાયની છે, આથી મંદિર પર છેલ્લા 20 વર્ષથી તેમનો કબજો છે.
SDMએ આપ્યા તપાસના આદેશ
ગામના લોકોએ જણાવ્યું કે આ મંદિરની સ્થાપના લગભગ 120 વર્ષ પહેલા થઈ હતી. આ મંદિર એક દલિત પરિવાર દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે સ્થાનિક લોકોની આસ્થાનું કેન્દ્ર હતું. લગભગ છેલ્લા બે દાયકાઓથી ગામમાં લઘુમતીની વસ્તીમાં વધારો થયો છે, જેમાંથી લગભગ આઠમા ભાગની વસ્તી ગ્રામીણ લઘુમતી સમુદાયમાંથી આવે છે. તેથી જ તેઓએ આ મંદિર પર કબજો કર્યો છે. લઘુમતીઓના કબજાની જમીન હોવાનાં કારણે અહીં પૂજા પણ થતી ન હતી. હવે ફરિયાદ મળ્યા બાદ SDMએ તપાસના આદેશ આપ્યા છે અને તપાસ અહેવાલ મળતાં જ અમે કાર્યવાહી કરીશું તેમણે તેઓએ જણાવ્યું હતું.
સંભલમાં મળ્યું 400 વર્ષ જૂનું શિવમંદિર
થોડા દિવસો પૂર્વે શહેરમાં હિંસા બાદ સંભલ પ્રશાસન દ્વારા વીજ ચોરી સામે શરૂ કરાયેલી ઝુંબેશ દરમિયાન 400 વર્ષ જૂનું શિવ મંદિર મળી આવ્યું હતું જે વર્ષ 1978થી બંધ હતું. 1978ના રમખાણો દરમિયાન ત્યાં રહેતા હિન્દુ સમુદાયના લોકોને ત્યાંથી સ્થળાંતર થવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા, જેના કારણે આ શિવ મંદિર લઘુમતી સમુદાયના કબજામાં આવી ગયું હતું અને ત્યાંની પૂજા પણ બંધ થઈ ગઈ હતી.