ભુજ

ભુજમાં પણ ઘરબેઠા મળશે પાસપોર્ટઃ મોબાઈલ વાન અમદાવાદથી આવશે

ભુજ : અમદાવાદની રિઝયોનલ પાસપોર્ટ કચેરી દ્વારા શરૂ કરવામાં આવેલી હરતી-ફરતી મોબાઈલ પાસપોર્ટ વાન આગામી ૬ થી ૧૦ જાન્યુઆરી સુધી ભુજમાં આવનાર છે.

છેલ્લા એક વર્ષથી એપોઇન્ટમેન્ટમાં લાંબુ વેઈટિંગ તેમજ પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્ર (popsk) ઉપલબ્ધ ન હોવાથી પાસપોર્ટ મળવામાં સમય લાગી રહ્યો છે અને અરજદારોને જો તત્કાલમાં પાસપોર્ટ લેવો હોય ફરજિયાત અમદાવાદ સુધી ધક્કો ખાવો પડી રહ્યો છે.

આ પણ વાંચો : અમદાવાદમાં ગુનેગારોનો અડ્ડો બનેલા ઝૂંપડાઓ AMC ચલાવશે બુલડોઝરઃ 2 દિવસમાં સર્વે

ભુજમાં પાસપોર્ટની અરજી સબમિટ માટે લાંબા વેઇટિંગને કારણે સ્થાનિક અરજદારોને પરેશાન થઈ રહ્યાની અનેક ફરિયાદો વચ્ચે વૈકલ્પિક ઉપાય લાવવા માટે પાસપોર્ટ વાનને એક સપ્તાહ માટે ભુજના લાલ ટેંકરી વિસ્તારમાં લઇ જવામાં આવશે. આ સેવાને સારો પ્રતિસાદ મળશે તો વાનને વધુ સમય સુધી રાખવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.

દરમ્યાન, જિલ્લા મથક ભુજમાં પણ મીની પાસપોર્ટ સેવા કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી મળી ગઈ છે, પરંતુ હજુ કામ શરૂ થયું નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button