મનોરંજનસ્પોર્ટસ

યુઝવેન્દ્રની પત્ની ધનશ્રી અને શ્રેયસની ડાન્સમાં પરફેક્ટ કેમિસ્ટ્રી, વિડિયો વાયરલ થયો…

નવી દિલ્હી: ભારતના ટોચના સ્પિનરોમાં ગણાતો યુઝવેન્દ્ર ચહલ તેની પત્ની ધનશ્રીથી અલગ થઈ રહ્યો હોવાની ફરી એકવાર ફેલાયેલી અટકળો વચ્ચે ધનશ્રીએ ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયરને ડાન્સના મૂવ્ઝ શીખવ્યા એનો ત્રણ વર્ષ પહેલાનો વિડિયો બે દિવસથી વાયરલ થયો છે.

આપણે બધા સારી રીતે જાણીએ છીએ કે ધનશ્રી ખૂબ સારી ડાન્સર અને જાણીતી કોરિયોગ્રાફર છે. શ્રેયસ ઐયર ભારતના વર્તમાન બૅટર્સમાં સૌથી સ્ટાઇલિશ ગણાય છે.

2021માં શ્રેયસ ઐયરને ડાન્સના મૂવ્ઝ શીખવાની ઈચ્છા થઈ એટલે તેણે યુઝવેન્દ્રને કહ્યું હતું જેણે તરત જ તેની પત્ની ધનશ્રીને વાત કરી હતી અને ધનશ્રીએ શ્રેયસને પોતાના અમુક ફેવરિટ મૂવ્ઝ શીખવ્યા હતા.

ધનશ્રીએ શ્રેયસને શફલ ડાન્સના મૂવ્ઝ ખૂબ જલ્દી શીખવી દીધા હતા. વાસ્તવમાં, શ્રેયસે ખૂબ ઝડપથી એ સ્ટેપ્સ શીખી લીધા હતા.

આ પણ વાંચો : હાર્દિક પંડ્યા બાદ હજી એક સેલિબ્રિટી ક્રિકેટરના ડિવોર્સ?

બૅટિંગ વખતે ક્રીઝમાં બહુ સારા ફૂટવર્કથી ભલભલા બોલરની બોલિંગમાં ફટકાબાજી કરી શકતા શ્રેયસે ડાન્સની આ તાલીમ દરમ્યાન પણ બહુ સારા ફૂટવર્ક બતાવ્યા હતા. તેણે ધનશ્રી પાસેથી શીખ્યા બાદ પરફેક્ટ રિધમથી ડાન્સ કર્યો હતો.

ખુદ ધનશ્રી ત્યારે શ્રેયસના સ્ટેપ્સથી એટલી બધી પ્રભાવિત થઈ ગઈ હતી કે તેણે સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં લખ્યું હતું કે ‘શ્રેયસ, જાણે પરફેક્ટ ફૂટવર્કથી સિક્સર ફટકારી રહ્યો હોય એ રીતે તેં ડાન્સના સ્ટેપ્સ શીખી લીધા.’

એ સમયે (2021માં) ધનશ્રી અને શ્રેયસનો આ વિડિયો ખૂબ વાયરલ થયો હતો અને અત્યારે ધનશ્રી અને યુઝવેન્દ્ર પાછા ચર્ચામાં છે ત્યારે આ વિડિયોને ફરી અનેક લાઈકસ મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે શ્રેયસ અને યુઝવેન્દ્ર, બન્ને દિગ્ગજ ખેલાડીઓ આઇપીએલ 2025 માટેની પંજાબની ટીમમાં છે. પંજાબે તાજેતરના ઑકશનમાં શ્રેયસને 26.75 કરોડ રૂપિયાના તોતિંગ ભાવે ખરીદીને સનસનાટી મચાવી દીધી હતી. યુઝવેન્દ્રને પંજાબે 18 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button