મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

Mukesh Ambaniના પાઈલટને કેટલો પગાર ચૂકવવામાં આવે છે? આંકડો સાંભળીને ચોંકી ઉઠશો…

દેશ-દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં જેમની ગણતરી કરવામાં આવે છે આવે મુકેશ અંબાણી (Mukesh Ambani)ને લકઝરી વસ્તુઓનો શોખ છે અને તેમના કલેક્શનમાં મોંઘામાં મોંઘી કારથી લઈને પ્રાઈવેટ જેટનો સમાવેશ થાય છે. પરંતુ તેમનું પ્રાઈવેટ જેટ પ્લેન બોઈંગ 737 મેક્સ9 ખૂબ જ લાઈમલાઈટમાં રહ્યું હતું. આવું થવાનું કારણ એવું છે કે આ દેશનો સૌથી મોંઘું પ્લેન છે અને એની કિંમત 1000 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. હવે વિચારો કે જ્યારે પ્લેન આટલું મોંઘું છે તો એને ઉડાવનારા પાઈલટનો પગાર કેટલો હશે? ચાલો આજે તમને આ વિશે જણાવીએ-

રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ જ વર્ષે ઓગસ્ટ મહિનામાં આ બોઈંગ પ્લેન અંબાણીઝના કાફલામાં સામેલ થયું હતું. અંબાણી પરિવારે પોતાની જરૂરિયાત અનુસાર ખૂબ જ કસ્ટમાઈઝેશન કરાવ્યું છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં એક ફોટો પરથી જ એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે આ જેટ પ્લેન કોઈ મહેલ કે ફાઈવ સ્ટાર હોટેલથી જરાય ઓછી ઉતરતી નથી. જેમાં તમામ સુવિધા આપવામાં આવે છે.

આ પણ વાંચો : પાકિસ્તાનમાં 2024માં મુકેશ અંબાણી વિશે શું સૌથી વધુ સર્ચ થયું? જાણો વિગત

વાત કરીએ આ પ્લેનને ઉડાવનારા પાયલટની અને તેના પગારની વાત કરીએ તો આ પાઈલટ ખૂબ જ અનુભવી હોય છે. અંબાણીના પ્લેન ઉડાવનારા પાયલટે ખૂબ જ અઘરી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. મુકેશ અંબાણીના આ બોઈંગ જેટને ઉડાવનારા પાયલટ વિશે સિક્યોરિટીના કારણોસર ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ એક રિપોર્ટમાં આ પાઈલટની સેલેરી વિશે વાત કરવામાં આવી હતી.

આ રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર આ પાઈલટની સેલેરી ખૂબ જ વધારે હોય છે. અને પાયલટને વર્ષનો એક કરોડથી દોઢ કરોડ રૂપિયા જેટલો પગાર ચૂકવવામાં આવે છે. અંબાણીઝના કાફલામાં રહેલાં બોઈંગ પ્લેનની વાત કરીએ તો આ પ્લેને દેશ-વિદેશમાં અનેક ઉડાનો ભરી છે. જોકે, સિક્યોરિટી રિઝન્સને કારણે આ ફ્લાઈટ્સની ડિટેઈલ્સને ગુપ્ત રાખવામાં આવે છે. આ વિમાન મુંબઈ એરપોર્ટ પર પાર્ક હોય છે.

ભાઈ આ પહેલાં પણ મુકેશ અંબાણીને ત્યાં કામ કરતાં કર્મચારીઓ અને ડ્રાઈવરના પગાર વિશે માહિતી આપતો રિપોર્ટ પણ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. આ તો અંબાણીઝ છે, ભાઈ એમની કોઈ વાત થાય એમ નહીં…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button