હાર્દિક પંડ્યા બાદ હજી એક સેલિબ્રિટી ક્રિકેટરના ડિવોર્સ?
આ વર્ષે T-20 વર્લ્ડ કપ બાદ ભારતના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ જાહેરાત કરી હતી કે તે અને તેની પત્ની નતાશા સ્ટેન્કોવિક ડિવોર્સ લઈ રહ્યા છે. વર્લ્ડ કપ શરૂ થયા પહેલા જ બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર આવ્યા હતા અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી પણ તેમના ડિવોર્સ અંગેના સંકેતો મળી રહ્યા હતા. આ સ્ટાક ક્રિકેટરના ડિવોર્સ બાદ હવે એવી ચર્ચા છે કે ટીમ ઇન્ડિયાનો વધુ એક સ્ટાર ક્રિકેટર ડિવોર્સ લેવાનો છે. ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર સ્પિનર યજુવેન્દ્ર ચહલ તેની અંગત જિંદગીને કારણે ચર્ચામાં આવ્યો છે. યજુવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માં વચ્ચેના સંબંધોને લઈને સોશિયલ મીડિયા પર ઘણી અટકળો ચાલતી રહે છે.
ધનશ્રી વર્મા અને યજુવેન્દ્ર ચહલ લાંબા સમયથી સોશિયલ મીડિયા પર કે કેમેરાની સામે જોવા મળ્યા નથી તેથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બંને ટૂંક સમયમાં અલગ થવાના છે. જોકે, આ કપલ એ હજુ સુધી આ અંગે જાહેરમાં કંઈ કહ્યું નથી, પરંતુ ધનશ્રી વર્મા લાંબા સમયથી પોતાના ખરાબ સંબંધો વિશે સંકેતો આપી રહી છે હવે ચહલે પણ સોશિયલ મીડિયા પર એક મોટી હિન્ટ આપી છે. થોડા દિવસો પહેલા, ચહલે સોશિયલ મીડિયા પર એકલતા વિશે ઘણી રહસ્યમય વાતો પોસ્ટ કરી હતી, જેણે ફરી એકવાર ચર્ચાને વેગ આપ્યો હતો.
2020માં કોરોનાના લોકડાઉન કાળમાં યજુવેન્દ્ર ચહલે ધનશ્રી વર્મા સાથે મેરેજ કર્યા હતા. બંનેએ 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. બંને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા એકબીજા પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરતા હતા. 22 મી ડિસેમ્બરે યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માની લગ્નની ચોથી વર્ષગાંઠ હતી, પરંતુ બંનેએ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરી નથી કે કોઈ instagram સ્ટોરી પણ મૂકી નથી. આમ તો યજુવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્મા બંને સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. ધનશ્રી પોતાની દરેક એક્ટિવિટી સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. આવી સ્થિતિમાં મેરેજ એનિવર્સરી પર બંને તરફથી કોઈ પોસ્ટ શેર ન કરવી એ સૂચવે છે કે બંને વચ્ચે બધું બરાબર નથી.
બોલિવૂડના નિર્માતા અને ફિલ્મ સમીક્ષક કમાલ આર ખાને પણ સોશિયલ મીડિયા પ્લેટવિશે ફોર્મ X પર એક પોસ્ટ શેર કરી છે જેમાં તેણે દાવો કર્યો છે કે ચહલ અને ધનશ્રી હવે છૂટાછેડા લઈ ચૂક્યા છે, જેણે બળતામાં ઘી હોમ્યું છે. બંને તરફથી આ અંગે હજુ સુધી કંઈપણ પુષ્ટિ કરવામાં આવી નથી.
Also read: દીકરા અગસ્ત્યને પહેલી વાર મળ્યો હાર્દિક પંડ્યા પછી…
14 નવેમ્બરથી યજુવેન્દ્ર ચહલે ધનશ્રી વર્માની કોઈપણ સોશિયલ મીડિયા પોસ્ટને ના તો લાઇક કરી છે કે ના તો તેના પર કોઈ ટિપ્પણી કરી છે. ધનશ્રી વર્માની વાત કરીએ તો તે આ દિવસોમાં તેના શૂટિંગમાં વ્યસ્ત છે. તે ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મમાં અભિનય કરતી જોવા મળશે. જ્યારે ધનશ્રીની આગામી ફિલ્મના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા ત્યારે પણ સોશિયલ મીડિયા પર એવી અફવાઓ વહેતી થઈ હતી કે અભિનેત્રી બન્યા બાદ ધનશ્રી યજુવેન્દ્ર ચહલને છોડી દેશે. સોશિયલ મીડિયા યુઝર્સનું કહેવું છે કે ધનશ્રીએ ચહલની લોકપ્રિયતાનો ફાયદો ઉઠાવ્યો છે.