અમદાવાદઆપણું ગુજરાતઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં ઠંડી વચ્ચે કમોસમી વરસાદ, ઠંડી યથાવત રહેવાની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat) ધીમે ધીમે ઠંડી જામી રહી છે અને બીજી તરફ વાતાવરણમાં પલટો પણ આવ્યો છે. સોમવારે દાહોદના કેટલાક વિસ્તારોમાં માવઠું થયું હતું. જ્યારે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ દરમિયાન હવામાન વિભાગે ગુજરાતના અનેક વિસ્તારોમાં 27મી અને 28મી ડિસેમ્બરે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં બે દિવસ સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય પરંતુ બે દિવસ બાદના દિવસોમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીમાં વધારો થવાની શક્યતા છે.

સોમવારે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું

હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ સોમવારે અમદાવાદમાં 18 ડિગ્રી, અમરેલીમાં 14 ડિગ્રી, વડોદરામાં 20 ડિગ્રી, ભાવનગરમાં 19 ડિગ્રી, ભુજમાં 11 ડિગ્રી, દાહોદમાં 15 ડિગ્રી, ડાંગમાં 20 ડિગ્રી, ડીસામાં 16 ડિગ્રી, ગાંધીનગરમાં 17 ડિગ્રી, જામનગરમાં 13 ડિગ્રી, નલિયામાં 8 ડિગ્રી, રાજકોટમાં 12 ડિગ્રી, સુરતમાં 20 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગે 26મીએ ગુરુવારે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.

27મી ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Read This Also...માવઠાની આગાહીને પગલે ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ: ફ્લાઈટને લેન્ડ થવામાં મુશ્કેલી…

ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા

જ્યારે 28મી ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે એવું લાગી રહ્યું છે. 28 ડિસેમ્બરે કચ્છ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. આ ઉપરાંતના અન્ય કોઈ જિલ્લામાં કોઈ જ પ્રકારની એલર્ટ આપવામાં આવી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button