આમચી મુંબઈ

‘BEST’ને પગાર આપવાના ફાંફા પાલિકાએ હાથ ઉપર કરતા ગુરુવારથી કર્મચારીઓનું આંદોલન

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મુંબઈગરાની બીજી લાઈફ લાઈન ગણાતી બૃહન્મુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ)ની આર્થિક હાલત એકદમ કથળી ગઈ છે અને પોતાના કર્મચારીઓને પગાર આપવા માટે પણ તેની પાસે ભંડોળ ઉપલબ્ધ નથી. બેસ્ટની પિતૃસંસ્થા કહેવાથી મુંબઈ મહાનગરપાલિકાએ પણ આર્થિક મદદ કરવાથી હાથ ઉપર કરી દીધા છે, તેની સામે બેસ્ટ કર્મચારીઓના યુનિયને ૨૬ ડિસેમ્બર, ૨૦૨૪થી હાથ પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કરવાનો નિર્ણય લીધો હોવાનું જાણવા મળ્યું છે.

dની બસમાં પ્રતિદિન ૩૫ લાખથી વધુ મુંબઈગરા પ્રવાસ કરે છે. પરંતુ હવે બેસ્ટના ભવિષ્ય અંધારમય થઈ ગયું છે. બેસ્ટ ઉપક્રમની આર્થિક હાલત એકદમ કથળી ગઈ છે અને આગામી બે મહિના બાદ કર્મચારીઓને આપવા માટે તેની પાસે પૈસા પણ ન હોવાની પરિસ્થિતિ ઊભી થઈ હોવાનો દાવો બેસ્ટ કામગાર સેનાના અધ્યક્ષ સુહાસ સામંતે કર્યો છે, તેને કારણે બેસ્ટના ૨૪,૦૦૦ કર્મચારીઓનું ભવિષ્ય સામે પણ પ્રશ્ર્નાર્થ નિર્માણ થયો છે. પાલિકા કમિશનરે બેસ્ટ ઉપક્રમની જવાબદારી લેવાથી હાથ ઉપર કરી દીધા હોવાનો દાવો પણ યુનિયને કર્યો છે. તેના વિરોધમાં બેસ્ટ કામગાર સેના તરફથી ગુરુવાર, ૨૬ ડિસેમ્બરથી કાળી પટ્ટી લગાવીને કર્મચારીઓ વિરોધ પ્રદર્શન કરવાના છે.

મુંબઈના સામાન્ય ગરીબ લોકોને પણ પરવડે એવા ભાવે બેસ્ટની બસની ટિકિટ રાખવામાં આવી છે. બેસ્ટના બસના ભાડામાં વધારો થયો નથી. તેથી લાંબા સમયથી બેસ્ટની આર્થિક પરિસ્થિતિ વધુ કંગાળ થઈ રહી છે. તેથી પાલિકા પ્રશાસને બેસ્ટ ઉપક્રમને મદદ કરવી જોઈએ અને બેસ્ટની જવાબદારી લેવી જોઈએ એવી માગણી ફરી એક વખત બેસ્ટ કર્મચારીઓના યુનિયન બેસ્ટ કામગાર સેના તરફથી કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે બેસ્ટ કામગાર યુનિયને પાલિકા કમિશનર સાથે બેઠક કરી હતી તે સમયે તેમણે બેસ્ટની જવાબદારી લેવાની વિનંતી કમિશનરને કરી હતી. પરંતુ કમિશનરે કોઈ પ્રતિસાદ આપ્યો નહોતો. તેથી બેસ્ટ કર્મચારીઓએ હવે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.

Also read: બેસ્ટની બસો રસ્તા પરથી ગાયબ થઈ જશે! ડિસેમ્બર અંત સુધીમાં બેસ્ટ પાસે ફક્ત ૫૦૦ બસ બાકી રહેશે

બેસ્ટ ઉપક્રમના યુનિયનના કહેવા મુજબ પાલિકાના કાયદા ‘૧૮૮૮-૬૩-એ’ મુજબ બેસ્ટ ઉપક્રમની જવાબદારી પાલિકાની છે. તેથી બેસ્ટ ઉપક્રમ ખોટમાં હોવાથી પાલિકાએ આવશ્યક તમામ પ્રકારની મદદ કરવી આવશ્યક છે. એ સિવાય પાલિકા પણ બેસ્ટને પોતાનો ભાગ ગણાવે છે, તેથી તેમણે બેસ્ટની જવાબદારી લેવી જ જોઈએ એવી માગણી પણ યુનિયને કરી હતી.

યુનિયનની માગણી
બેસ્ટનું ખાનગીકરણ રોકીને પોતાની માલિકીની ગાડીઓની સંખ્યા વધારવી, એક્સિડન્ટ ટાળવા માટે કૉન્ટ્રેક્ટ પર રહેલી ગાડીઓને દૂર રાખી એવી માગણી પર બેસ્ટ કામગાર સેના તરફથી કરવામાં આવી હતી. આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નિવેદન પણ આપવામાં આવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button