હૈદરાબાદ: ફિલ્મ ‘Pushpa-2: ધ રાઇઝ’ના પ્રીમિયર દરમિયાન નાસભાગમાં મહિલા મોત મામલે એક્ટર અલ્લુ અર્જુન (Allu Arjun)ની મુશ્કેલીઓ વધી રહી છે. આ મામલે તેમને બીજી નોટિસ પાઠવવામાં આવી છે. હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને સોમવારે સમન્સ મોકલ્યું છે. આજે મંગળવારે તેને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે.
શું હતી ઘટના?
હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં 4 ડિસેમ્બરે ફિલ્મ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન અલ્લુ અર્જુન અચાનક આવી પહોંચ્યો હતો. તેમની એક ઝલક મેળવવા માટે ભીડ જામી હતી. આ દરમિયાન મારામારી અને નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું, અને તેનો દીકરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જેની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
અલ્લુ અર્જુનની ધરપકડ:
મૃતક મહિલાના પતિએ અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તાજેતરમાં હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનની પણ ધરપકડ કરી હતી, નીચલી કોર્ટે તેને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. જોકે, અભિનેતાને તેલંગાણા હાઈકોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા.
Also read: જેલમાંથી છૂટ્યા બાદ અલ્લુ અર્જુને માફી માંગી અલ્લુ અર્જુને, કહ્યું કે…
મહિલાના પતિની ફરિયાદના આધારે, પોલીસે અલ્લુ અર્જુન,તેની સુરક્ષા ટીમ અને સંધ્યા થિયેટર મેનેજમેન્ટ સામે ભારતીય ન્યાય સંહિતા(BNS)ની કલમ 105 અને 118(1) હેઠળ કેસ દાખલ કર્યો. ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. ચિક્કડપલ્લી પોલીસે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી.
અલ્લુએ શોક વ્યક્ત્ય કર્યો:
મહિલાના મૃત્યુની જાણકારી મળ્યા બાદ એક્ટર અલ્લુ અર્જુને પણ શોક વ્યક્ત કર્યો હતો. તે પીડિત પરિવારને પણ મળ્યો હતો અને 25 લાખ રૂપિયાની મદદનું વચન આપ્યું હતું.