લખનૌ : ઉત્તર પ્રદેશના લખનૌમાં ઇન્ડિયન ઓવરસીઝ બેંક ના લોકર તોડીને કરોડો રૂપિયાની લૂંટ કરનાર ગેંગનો બીજો આરોપી સની દયાલ પણ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. સોમવારે મોડી રાત્રે ગાઝીપુરમાં યુપી-બિહાર બોર્ડર પર આ એન્કાઉન્ટર થયું હતું. આ અગાઉ લખનૌમાં કિસાન પથ પર સોબિંદ કુમાર સાથે પોલીસ અથડામણ થઈ હતી.જેમાં તે માર્યો ગયો હતો.
સની દયાલના મોતની પુષ્ટિ
આ અંગે મળતી માહિતી મુજબ, ગાઝીપુરમાં બિહાર બોર્ડર પર એન્કાઉન્ટરમાં સની દયાલનું મોત થયું હતું. આ એન્કાઉન્ટર ગહમર પોલીસ સ્ટેશન વિસ્તારની બારા પોલીસ ચોકી પાસે થયું હતું. ગાઝીપુરના એસપી ઈરાજ રાજાએ બેંક લૂંટમાં સામેલ સની દયાલના મોતની પુષ્ટિ કરી છે.
Also read: રાપરના કાનમેર ગામના 8 મંદિરોમાંથી ચોરી: શ્રદ્ધાળુઓમાં રોષ
જ્યારે બે હજુ ફરાર
ઈન્ડિયન ઓવરસીઝ બેંકનું લોકર તોડી ચોરીના કેસમાં અત્યાર સુધીમાં બે ગુનેગારોના એન્કાઉન્ટરમાં મોત થયા છે. જ્યારે ત્રણ ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બે હજુ ફરાર છે. મિથુન કુમાર અને વિપિન કુમારની ધરપકડ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.
બિહારમાંથી એક ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી
આ પૂર્વે સોમવારે દિવસે લખનૌ પોલીસે ઇન્ડિયન ઓવરસીઝ બેંકની ચિન્હાટ શાખામાં ચોરીના 24 કલાકની અંદર એન્કાઉન્ટર કર્યા પછી બિહારમાંથી એક ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી હતી. બીજી કારમાં મુસાફરી કરી રહેલા અન્ય ચાર આરોપીઓ સ્થળ પરથી નાસી જવામાં સફળ રહ્યા હતા. ભાગી છૂટેલા લોકોમાં સોબિંદ કુમાર અને સની દયાલનો સમાવેશ થતો હતો. છે. આ સિવાય પકડાયેલા લોકોની ઓળખ અરવિંદ કુમાર, બલરામ કુમાર અને કૈલાશ બિંદ તરીકે થઈ છે. આ ત્રણેય પોતાની એસ્ટીલો કારમાં મુસાફરી કરી રહ્યા હતા અને આઉટર રીંગ રોડ પરથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા.