“ગુજરાતની તમામ શાળાઓમાં ‘નો ડિટેન્શન પોલિસી’નો ચુસ્ત પણે પાલન” શિક્ષણમંત્રી પાનશેરીયા…
ગાંધીનગર: કેન્દ્ર સરકારે નો ડિટેન્શન પોલિસી (No Detention Policy) નાબૂદ કરવાની જાહેરાત કરી છે. હવે ધોરણ 5 અને 8ની વાર્ષિક પરીક્ષાઓમાં નાપાસ થનારા વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવશે. તેમને પાસ કરી દેવાની પ્રથા પર કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે, ત્યારે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા ‘નો ડિટેન્શન પોલિસી’નાબૂદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, પરંતુ ગુજરાતની તમામ શાળાઓમાં ચૂસ્ત પણે પાલન થઈ રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાતમાં 159 નગરપાલિકા અને 8 મહાનગરપાલિકાને E-Nagar પ્રોજેક્ટમાં કરાયો સમાવેશ, શું મળશે સુવિધા?
આ વર્ષેથી થશે લાગુ
પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું કે, ધોરણ 5 અને ધોરણ 8 માં કોઇ વિદ્યાર્થી બે વિષયમાં 35% ક૨તા ઓછું પરિણામ મેળવે તો તેને વર્ગ બઢતી રોકવાની જોગવાઇ કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. પરંતુ કોરોના મહામારીના કારણે શૈક્ષણિક વર્ષ-2019-20, વર્ષ- 2020-21 અને વર્ષ – 2021-22માં ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો હતો. પરંતુ ચાલુ શૈક્ષણિક વર્ષ – 2022-23માં પ્રાથમિક શાળાઓમાં ધો૨ણ-5 અને ધો૨ણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વાર્ષિક પરીક્ષામાં અસફળ થશે તો તેમણે નાપાસ જાહેર કરવામાં આવશે.
નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ
વધુમાં ઉમેર્યું કે, ધો. 5 અને 8ની વાર્ષિક પરીક્ષામાં અસફળ રહેનાર વિદ્યાર્થીઓ નાપાસ થશે; સાથોસાથ નાપાસ થયેલા વિદ્યાર્થીઓને બે મહિનામાં ફરીથી પરીક્ષા આપવાની તક મળશે, પરંતુ જો વિદ્યાર્થીઓ ફરીથી નાપાસ થશે તો તેમને આગળના વર્ગમાં બઢતી આપવામાં આવશે નહીં. આ નિયમ ગુજરાતની તમામ શાળાઓમાં લાગુ આ વર્ષથી ચાલુ થઈ ગયો છે.
આ પણ વાંચો : Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ
નો ડિટેન્શન પોલિસીને કેમ રદ્દ કરી?
2009માં અમલમાં આવેલી ‘નો ડિટેન્શન પોલિસી’નો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો હતો કે કોઈ પણ બાળક, ખાસ કરીને નબળા પૃષ્ઠભૂમિમાંથી આવતા, નિષ્ફળતાના ડરથી અભ્યાસ છોડી ન દે. જો કે આ નીતિની ટીકા કરવામાં આવી રહી હતી કે તેનાથી વિદ્યાર્થીઓ અભ્યાસ પ્રત્યે ગંભીરતા ગુમાવી દે છે. ઘણી વખત વિદ્યાર્થીઓ પર્યાપ્ત જ્ઞાન વિના આગળના વર્ગોમાં આગળ વધવાનું ચાલુ રાખતા હતા, જેના કારણે ઉચ્ચ વર્ગોમાં તેમના પ્રદર્શનને અસર થતી હતી.