જૈન મરણ
દોશી સૌભાગ્યચંદ નાનજી દોશીના પુત્ર વસંતરાય સૌભાગ્યચંદ દોશીના ધર્મપત્ની નીર્મળાબેન દોશી તા. 10-10-23ના રોજ અરિહંતશરણ થયેલ છે. તે પીયુષ, હિમાંશુ, જાગૃતિ રમેશભાઈ પારેખ, અમી જયેશકુમાર શાહના માતુશ્રી. ફાલ્ગુનીબેન, ડીમ્પલબેનના સાસુ. શારદાબેન ધનવંતરાય દોશી, કૈલાસબેન હેમેન્દ્રભાઈ દોશી, નયનાબેન નરેન્દ્રભાઈ દોશી, ઈન્દુબેન કનૈયાલાલ શાહ, અરુણાબેન અનીલકુમાર શાહના ભાભી. પીયર પક્ષે (મજેવડી) નિવાસી હાલ મુંબઈ તલકચંદ ધનજી મહેતાના દીકરી. પ્રાર્થનાસભા તા. 15-10-23ના ચૈન્નાઈ મુકામે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
બોટાદ નિવાસી હાલ દહાણું ગં. સ્વ. જયોતિબેન લલિતભાઇ ગાંધીના પુત્ર યોમેશભાઇ (ઉં. વ. 66)તે મીનાબેનના પતિ. સમકિત તથા કેયુરના પિતા. દીપકભાઇ તથા ફાલ્ગુનીબેનના મોટાભાઇ. શૈલેષભાઇ દોશીના સાળા. પ્રતિકભાઇ શેઠ તથા શ્વેતાના સસરા. જીનલ તથા હર્ષના મામા. ઝેનિકા તથા માહિરના દાદા. તથા ધ્રાંગધ્રા નિવાસી સ્વ. નટવરલાલ કાંતિલાલ શાહના જમાઇ મંગળવાર તા. 10-10-23ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કારાઘોઘાના ગં. સ્વ. કેસરબેન પ્રેમજી શેઠિયા/શાહ (ઉં. વ. 82) તા. 11-10-23ના અવસાન પામ્યા છે. પુરબાઈ લવજી મુલજીના પુત્રવધૂ. પ્રેમજી લવજીના ધર્મપત્ની. રામાણિયાના દેમીબાઈ/ખેતબાઈ ઉમરશીના સુપુત્રી. રતનશી, લખમશી, મુલજી, કેશવજી, તલકશી, મણીબેન ઉમરશી, સરલા મહેશના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નિલેશ તલકશી રાંભિયા, 104,બી વિંગ, બિલ્ડીંગ નં. 60, મહાલક્ષ્મી સોસાયટી, તિલક નગર, મુંબઈ 89.
સાડાઉના શાંતાબેન ખીમજી વીરજી મામણીયા (ઉં. વ. 81) તા. 10-10-23 મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. મઠાબાઇ વીરજી ઉમરશીના પુત્રવધૂ. સ્વ. ખીમજી વીરજીના પત્ની. સ્વ. સરલા, શીલા, કલ્પનાના માતુશ્રી. રતાડીયા (ગ.)ના મોંઘીબેન નેણશી ચના સાવલાના પુત્રી. સ્વ. દામજી, રતીલાલ, કાંતીલાલ, સ્વ. લક્ષ્મી વેલજી દેઢીયા, કેસર લક્ષ્મીચંદ સંગોઇના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. કલ્પના વીરા, બી વિંગ, 101, કેડી સોલીટેર, ડાયાભાઇ પટેલ રોડ, મલાડ (ઇ.).
પુનડીના પ્રભાબેન છેડા (ઉં. વ. 84) 10-10ના અવસાન પામેલ છે. મોરારજીના પત્ની. નામઇબાઇ રતનશી કેશવના પુત્રવધૂ. અશોક, કિશોર, કલ્પનાના માતા. તુંબડી મેઘબાઇ મોણશીના પુત્રી. તેજશી, મો. આસંબીયાના પુરબાઇ લખમશી, બિદડા સાકરબેન પ્રેમજી, વિમળાબેન અમૃતલાલના બેન. પ્રા. શ્રી વ.સ્થા.જૈન સંઘ કરસન લધુ નિસર હોલ, દાદર (વે.) ટા. 1.30 થી 3.
બિદડા (મઠ ફરીયા) રૂક્ષમણી શાંતીલાલ ફુરીયા (ઉં. વ. 92) તા. 10-10-23ના મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. સુંદરબેન રવજી ગાંગજીના પુત્રવધૂ. સ્વ. શાંતીલાલના ધર્મપત્ની. લક્ષ્મીચંદના માતા. નાના આસંબીયાના સ્વ. ગાંગબાઇ મોનજી ગોવરના પુત્રી. સ્વ. હાંસબાઇ, પ્રવિણના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. લક્ષ્મીચંદ ફુરીયા, 1601, નિલકંટ હાઇટસ, નિલકંઠનગર, મુલુંડ (વેસ્ટ), મું. 80.
મોટા લાયજાના હરખચંદ કાનજી છેડા (ઉં. વ. 86) તા. 11-10-2023 ના અવસાન પામ્યા છે. હીરબાઈ કાનજી ડુંગરશીના પુત્ર. વિમળાબેનના પતિ. યોગેશ, ચેતન, તરલા, રેખા, જયશ્રીના પિતા. સાકરબેન, ભાનુબેનના ભાઈ. ડોણ વેલબાઈ ડુંગરશી હરશીના જમાઈ. પ્રા. યોગી સભાગૃહ, દાદર-ઈ. ટા. 4 થી 5.30. નિ. હરખચંદ છેડા : 1401 રૂસ્તમજી, એલ.એન. રોડ, માટુંગા- સે.રે., મું-19.
કાંડાગરાના મોનજી બાબુલાલ દેઢિયા (ઉં. વ. 72) તા. 10-10-23ના અવસાન પામેલ છે. જખીબેન બાબુલાલના પુત્ર. કુસુમના પતિ. જીજ્ઞા, રિમાના પિતા. ભાગ્યવંતી, સુશીલા, ઉષા, હસમુખના ભાઈ. દેવપુરના કસ્તુરબેન ભવાનજી વિરપાર ગાલાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. કુસુમ દેઢિયા, સી/2/32, ખીરાનગર, એસ. વી. રોડ, સાંતાકુઝ (વે), મું. પ4,
રાયણના જયવંતી ગોસર (ઉં. વ. 75) 9-10 ના અવસાન પામ્યા છે. કુંવરબેન નરશી કોરશીના પુત્રવધુ. જયંતીલાલના પત્ની. કેતુર, દેવેન, હેતલના માતા. મો. ખાખર કુંવરબેન, કસ્તુરબેન પોપટલાલ નરશીના પુત્રી. ડેપાના મુક્તાબેન, હેમરાજ, નેમચંદ, લક્ષ્મીચંદ, મનહર, દેવચંદ, દીલીપ, નવીનાળ ભારતી મનહરના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દેવેન ગોસર, બી1-28, બચાની નગર, બચાની રોડ, મલાડ (ઇ.) 97.
મોટી રાયણના ડો. કલ્યાણજી રવજી હરશી ગાલા (ઉં. વ. 90) તા. 11-10-23ના મુંબઇમાં દેહ પરીવર્તન કરેલ છે. રાણબાઇ રવજીના પુત્ર. લક્ષ્મીબેનના પતિ. ડો. માલીની પાટીલના પિતા. મગનલાલ, ધનજી, શાંતીલાલ, ખુશાલી, દમયંતીના ભાઇ. રાયણના વેલબાઇ ભાણજી રાયશી ગોસરના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થાન : દમયંતી સતરા, રૂમ નં. 34, 2જે માળે, સરસ્વતી સદન, ચીંચબંદર, મુંબઇ-9.
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વરતેજ, હાલ મૈસુર સ્વ. અમૃતલાલ ગીરધરલાલ શાહના ધર્મપત્ની હસુમતીબેન (ઉં. વ. 84) તે 7/10/23 ના સ્વર્ગવાસ પામેલ છે. તે યોગેશ, જયેશ, રાજેશ, વિભાના માતુશ્રી. હિના, નીતા, કવિતા તથા શીશીરકુમારના સાસુ. પિયરપક્ષે ભોગીલાલ ભગવાનદાસ શાહના દીકરી. મહીપતભાઈ, વિનુભાઈ, જીતુભાઇ, કોકિલાબેન અનંતરાય શાહ, હર્ષાબેન પ્રફુલચંદ્ર વોરાના બહેન. તેમના શ્રીદ્ધચક્ર પૂજન 19/10/23 ના મૈસુર ખાતે રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.
સુરત દશા ઓશવાળ જૈન
હાલ મુંબઈ શ્રી મધુસૂદન બાબુભાઈ ઝવેરી (ઉં. વ. 80), સ્વ. સુમંતિબેન બાબુભાઈના સુપુત્ર. સ્વ. પ્રતિભાબેનના પતિ. અખિલના પિતા. રૂમીના સસરા. શિરીષભાઈ, ઉષાબેન, માલાબેનના કાકા. પ્રફુલભાઈ, સ્વ પંકજભાઈ, પરેશભાઈ કાપડિયાના બનેવી તા: 11-10-23ને બુધવારના અવસાન થયું છે. લૌકિક વ્યવહાર બંધ છે .