Salman Khan સાથે જોવા મળશે આ સુપરસ્ટાર, ફેન્સ તો ખુશીથી ઉછળી પડશે
બોલીવૂડમાં એવા અનેક એક્ટર-એક્ટ્રેસની જોડીઓ હોય છે કે જેને જોવા માટે ફેન્સ ઉત્સુક હોય છે. આવી જ એક જોડી છે સલમાન ખાન (Salman Khan) અને રીતિક રોશન (Hrithik Roshan). ફેન્સ બંનેને સાથે જોવા માટે આતુર છે અને હવે ફેન્સની આ ઈચ્છા પૂરી થવા જઈ રહી છે. યશરાજ ફિલ્મ ફિલ્મ્સની સ્પાય યુનિવર્સની એક ફિલ્મમાં બંને જણ સાથે જોવા મળશે, એવી અટકળો લગાવવામાં આવી રહી છે. જોકે, બંનેમાંથી કોઈએ હજી સુધી આવી હિન્ટ નથી આપી.
જોકે, હવે બંનેના ફેન્સ માટે હવે મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રીતિક રોશન અને સલમાન ખાન બંને જણ એક સાતે જોવા મળશે, પણ આ કોઈ ફિલ્મ નહીં એક મોટી બ્રાન્ડની એડ ફિલ્મ માટે બંને જણ સાથે જોવા મળશે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મોટી સ્ક્રીન પર બંનેને સાથે લાવવાના તમામ પ્રયાસો બાદ આખરે એક કોર્પોરેટ આ બંનેને એક એક્શન પેક એડમાં સાથે લાવવામાં સફળ થઈ ગયો છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરશે અને ટૂંક સમયમાં જ આ પિલ્મ ઓન એર થાય છે.
આ પણ વાંચો: સોનાક્ષી સિંહાને લઇને આ શું બોલી ગયા કુમાર વિશ્વાસ, વીડિયો જોઇ લોકો થયા….
સૂત્રોએ આગળ એવું પણ જણાવ્યું હતું કે આ એડ ફિલ્મ મુંબઈમાં ઈન્ટરનેશનલ લોકેશન્સની વીએફએક્સ પ્લેટ પર શૂટ કરવામાં આવશે, જેથી રીતિક અને સલમાનની પ્રેઝેન્સસ સાથે ન્યાય કરી શકાય. આ કોલેબોરેશનની ઓફિશિયલ એનાઉન્ટમેન્ટ પણ ટૂંક સમયમાં જ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાને રીતિકને એના કરિયરની શરૂઆતમાં ખૂબ જ મદદ કરી ગ અને આ વાત ખૂબ વોર સ્ટાર શેર કરી ચૂક્યો છે. પરંતુ બંને વચ્ચે સિચ્યુએશન ત્યારે ટેન્સ થઈ ગઈ જ્યારે રીતિકની ફિલ્મ ગુઝારિશ પર સલમાને તિખી કમેન્ટ કરી હતી. ફિલ્મના એક સીનમાં પેરેલાઈઝ વ્યક્તિનું પાત્ર ભજવી રહેલો રીતિક પોતાના ચહેરા પાસે મંડરાઈ રહેલી માખી નથી ઉડાવી શકતો ત્યારે સલમાને કમેન્ટ કર્યું હતું કે કોઈ મચ્છર પણ નહોતું ગયું ફિલ્મ જોવા, કોઈ કૂતરું પણ જોવા નહોતું ગયું ફિલ્મ. બસ ત્યારનો દિવસને આજની ઘડી રીતિક અને સલમાન એકબીજાથી દૂર દૂર રહેવા લાગ્યા.
હવે બંનેને આટલા સમયે એક સાથે જોવાની વાતો સાંભળીને રીતિક અને સલમાનના ફેન્સ તો એકદમ ખુશ થઈ ગયા છે. જોઈએ હવે બંનેને ફિલ્મમાં સાથે જોવાનું ફેન્સનું સપનું ક્યારે સાકાર થાય છે.