પારસી મરણ
સુનુ રોહીન્ટન મેહતા તે રોહીન્ટન રૂસ્તમ મેહતાના ધણીયાની. તે મરહુમો માણેક તથા હોમી ઘડીયાલીના દીકરી. તે સામી હ. ઘડીયાલી તથા બેરોઝ રોની મેહતાના બહેન. તે કૈઝાદ, કરીના તથા જેનેસાના આંટી. તે મરહુમો હીલ્લા તથા રૂસ્તમ જ. મેહતાના વહુ. તે શીરીન સામી ઘડીયાલી તથા રોની જાલ મેહતાના સીસ્ટર-ઈન-લૉ. (ઉં.વ. 75). રહેવાનું ઠેકાણું: પાંડે બંગલો, 1લે માળે, કોલાબા, મુંબઈ-400005. ઉઠમણાંની ક્રિયા તા. 13-10-2023ના રોજે બપોરે 3.40 કલાકે પાંડે અગિયારી, કોલાબામાં થશેજી.
દારા નવલ ઈચ્છાપોરીયા તે અરચલા દારા ઈચ્છાપોરીયાના ખાવિંદ. તે મરહુમો બાનુમાય તથા નવલ ઈચ્છાપોરીયાના દીકરા. તે પર્લ દારા ઈચ્છાપોરીયાના બાવાજી. તે વીલુ (કેશમીરા) દારા બાટલીવાલા, ફરેદુન નવલ ઈચ્છાપોરીયા તથા મરહુમ દોલી જહાંબક્ષ સીધવાના ભાઈ. તે ફીરદોસ, ફરઝાન અને જેસ્મીન મેહેરનોશ બગલીના મામાજી. તે મરહુમો રાધા તથા જય રસ્તોગીના જમાઈ. (ઉં.વ. 74). રહેવાનું ઠેકાણું: 675, એમ વીલા, 2જે માળે, રોડ નં. 14, દાદર (ઈ.), મુંબઈ-400014. ઉઠમણાંની ક્રિયા તા. 13-10-23એ બપોરના 03.45 વાગે બેનેટ બંગલી નં. 5માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
પરવીન પરવેઝ સીધવા તે મરહુમ પરવેઝ નરીમાન સીધવાના ધનીયાની. તે મરહુમો આલુ ગુસ્તાસ્પ લાલાના દીકરી. તે માહતાબ તથા આફરીનના માતાજી. તે દીલનવાઝ, નોશીર તથા મરહુમો યઝદી અને નરીમાનના બહેન. તે અલીઝા વીસ્પી ભાઠેનાના મમઈજી. તે વીસ્પી રૂસી ભાઠેનાના સાસુજી. તે રોહીન્ટન, હોમી ઈરાની અને મરહુમ જમશેદ સીધવાના વહુ. (ઉં.વ. 74). રહેવાનું ઠેકાણું: 2જે માળે, પી-15, ગોદરેજ બાગ, ઓફ નેપીયન્સી રોડ, શીમલા હાઉસ, મલબાર હીલ, મુંબઈ-400036. ઉઠમણાંની ક્રિયા તા. 13-10-23એ બપોરના 03.45 વાગે ભાભા બંગલી નં. 2માં છેજી. (ડુંગરવાડી-મુંબઈ).
વીલી કાલી વાડયા તે મરહુમ કાલી સાવકશા વાડયાના વિધવા. તે ખુશરૂ કે. વાડયા તથા મની ઝ. વઝીફદારના માતાજી. તે મરહુમો મની તથા કેકી પારડીવાલાના દીકરી. તે પવરીન ક. વાડયા તથા ઝુબીન ફ. વઝીફદારના સાસુજી. તે કૈઝાદ, ફીરૂઝા, ફીરીશના બપઈજી. તે સોહરાબ તથા જમશેદના મમઈજી. (ઉં.વ. 85). રહેવાનું ઠેકાણું: 067/18, બ્લુ વિલ્લા, અંજુના મપુસા રોડ, અસ્સાગાંવ.
ખુશરૂ રૂસ્તમ દાદીબરજોર તે ગુલ દાદીબરજોરના ખાવિંદ. તે પીરઝાદ તથા પોલાદના બાવાજી. તે મરહુમો આલા તથા રૂસ્તમ દાદીબરજોરના દીકરા. તે મરહુમો જમશેદ તથા પેરીન (પીંકી) પટેલના ભાઈ. તે મેહરનાઝના સસરાજી. તે શાઈશાના બપાવાજી. તે મરહુમો ધનબાઈ તથા હોરમસજી માસ્તરના જમાઈ. (ઉં.વ. 84). રહેવાનું ઠેકાણું: 147, એમ. જી. રોડ, 3જે માળે, ફોર્ટ, મુંબઈ-400001. ઉઠમણાંની ક્રિયા તા. 13-10-2023ના રોજે બપોરે 4.30 કલાકે વાડયા બંગલી ડુંગરવાડીમાં થશેજી.
પરવીન મીનોચેહેર દમણીયા (ઉં. વ. 91) તા. 11-10-2023એ ગુજરી ગયા હતા. તે મીનોચેહેરના વાઈફ. મરહુમ ગુલા અને મરહુમ ખુર્શેદના દીકરી. ગુલરુખ અને હુતોક્સીના મધર. અતુલ અને મર્ઝબાનના સાસુ. રશ્મિ, રોશન, મિથરા, સાયના, રસનાના ગ્રેન્ડમધર. ઉઠમણું 13-10-2023એ બપોરે 3-40 વાગ્યે રાખ્યું છે.