અમદાવાદમાં ગુનેગારોનો અડ્ડો બનેલા ઝૂંપડાઓ AMC ચલાવશે બુલડોઝરઃ 2 દિવસમાં સર્વે
અમદાવાદ: અમદાવાદમાં છેલ્લા દિવસોમા ગુંડાઓના આતંકની જે ઘટનાઓ પ્રકાશમાં આવી તેનાથી શહેરની કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ઘણા સવાલો ઉઠયા હતા. શહેરના રખિયાલ, બાપુનગરમાં ખુલ્લેઆમ તલવારો સાથે અસામાજિક તત્વોએ પોલીસને પણ પોતાનો ખોફ બતાવ્યો હતો. આરોપીઓની ધરપકડ બાદ આ આરોપીઓ સરકારી જમીન પર ગેરકાયદે મકાનો બનાવી દીધાં હોવાની સ્થાનિક કોર્પોરેટરની રજૂઆત બાદ મહાનગરપાલિકાએ બંને આરોપીનાં ઘર પર બુલડોઝર ફેરવી દીધું હતું.
આ પણ વાંચો: Ahmedabad માં ડો. બાબાસાહેબ આંબેડકરની મૂર્તિ ખંડિત થતા વિવાદ, ધરપકડની માંગ
AMC ફેરવશે બુલડોઝર
પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદમાં મનપાની માલિકીની જમીન પર દબાણ કરીને ગુનાખોરીનો અડ્ડો બનાવી બેઠેલા ઝૂંપડાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બુલડોઝર ફેરવી દેશે. આ કામગીરી માટે બે દિવસમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે અને ત્યાર બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવશે. તાજેતર જે અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. તે રખિયાલ ગરીબનગર ચાર રસ્તા પાસે આસિસ્ટન્ટ પોલીસ કમિશનર (ACP) ઓફિસની પાછળ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં આવેલાં અકબરનગરના છાપરામાં રહેતા હતા.
ઝૂંપડાંઓ અસામાજિક તત્વોનો અડ્ડો
અકબરનગરમાં ગેરકાયદે ઝુંપડાંઓમાં કમર્શિયલ ગોડાઉન બનાવી દેવામાં આવ્યા છે. આ જગ્યાઓનો વર્ષ 2016માં સર્વે કરવામાં આવ્યો હતો, જો કે તે અનેક કારણોસર અટક્યો હતો. હવે નોટિસ પાઠવીને બે દિવસમાં સર્વે કરી ફરી એએમસી ગુનાખોરીનો અડ્ડો બનેલા ઝુંપડાંઓને તોડી પાડવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના પ્લોટ અહી અકબરનગરના છાપરામાં અંદાજિત 500થી વધુ ઝુંપડાં આવેલા છે. આ છાપરામાં મોટા ભાગે દારૂ, જુગાર તેમ જ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓનો અડ્ડો બની ગયો છે અને અમુક અસામાજિક તત્વોએ અહી કબજો જમાવ્યો છે.
શનિવારે બુલડોઝર ફેરવવામાં આવ્યું
શનિવારે ડીસીપી, એસીપી અને ચારથી વધુ પીઆઇ સહિત 50થી વધુ પોલીસ કર્મીઓના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર ધ્રુવના એસ્ટેટ વિભાગ દ્વારા બંને ગુનેગારોના ઘર ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા મકાન ખાલી કરાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે એક ઘરમાંથી દેશી તમંચો મળી આવ્યો હતો. જેને પોલીસ દ્વારા કપડામાં વીંટાળીને લઈ જવામાં આવ્યો હતો જો કે, આ મામલે કોઈ પોલીસ ફરિયાદ ન નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.