Bank Locker માં કિંમતી જણસ મૂકો છો? પહેલાં આ વાંચી લો, પછી કહેતા નહીં કે કીધું નહોતું…
આપણામાંથી મોટાભાગના લોકો આપણો કિંમતી સામાન લોકરમાં રાખીએ છીએ અને તમામ બેંકો પોતાના ગ્રાહકોને આ લોકરની સુવિધા ઉપલબ્ધ કરાવી આપે છે. લોકરમાં બેશકિંમતી સામાન રાખીને આપણે ટેન્શન ફ્રી થઈ જઈએ છીએ, કારણ કે લોકરમાં મૂકેલા સામાનની જવાબદારી બેંકની થઈ જાય છે. લોકરમાંથી ચોરી કે લૂંટ થતાં બેંકે વળતર આપવું પડે છે, કારણ કે બેંકના લોકરમાં રાખેલા સામાનના સુરક્ષાની જવાબદારી બેંક ઓથોરિટીની હોય છે.
આ પણ વાંચો : તમે પણ Bank Lockerમાં રાખો છો જ્વેલરી તો આ વાંચી લો, પછી કહેતા નહીં કે…
જોકે, અમુક કિસ્સામાં બેંક પોતાના લોકરમાં રાખવામાં આવેલા સામાન માટે જવાબાર નથી હોતી અને આવી પરિસ્થિતિમાં જો પૈસા ગાયબ થઈ જાય તો તમારે ભારે નુકસાન ઉઠાવવાનો વારો પણ આવી શકે છે. આ સાંભળીને તમને ચોક્કસલ જ આંચકો લાગશે, પરંતુ આ હકીકત છે.
વાત જાણે એમ છે કે કેટલાક કિસ્સામાં બેંક તમારા લોકરની જવાબદારી નથી ઉઠાવતી એટલે જો તમે પણ બેંકના લોકરમાં કોઈ મહત્ત્વની કે મૂલ્યવાન વસ્તુ મૂકવા જઈ રહ્યા છો તો તમારા માટે લોકર સર્વિસ સંબંધિત નિયમો વિશે જાણી લેવું ખૂબ જ મહત્ત્વનું છે. માની લો કે તમારા બેંકના લોકરમાં કિંમતી સામાન રાખ્યો છે અને બેંકમાં ચોરી થાય કે લૂંટ થાય તો બેંક ખુદ ગ્રાહકોનો સંપર્ક કરે છે.
ગ્રાહકોને એક ફોર્મ અને એફિડેવિટ આપવામાં આવે છે. જેમાં ગ્રહકોએ પોતાના લોકરમાં રાખેલા સામાનની માહિતી આપવાની હોય છે અને ત્યાર બાદ તપાસ કરીને બેંક તેમને વળતર આપે છે.
બીજા શબ્દોમાં કહીએ તો બેંક ગ્રાહકોા સર્વિસ ચાર્જ અનુસાર 100 ગણા વધારે ભરપાઈ કરે છે. જો કોઈએ 10,000 સર્વિસ ચાર્જ આપ્યો હશે તો બેંક તેમને 10 લાખ રૂપિયા સુધીનું વળતર આપશે. જો બેંકમાં આગ લાગે અને તમારા બેંક લોકરમાં રાખેલો સામાન બળી જાય તો? આ કિસ્સામાં પણ બેંક જ જવાબદાર હોય છે અને તેને બેંકની લાપરવાહી માનવામાં આવે છે. નિયમ હેઠળ બેંક આ સ્થિતિમાં પણ ગ્રાહકોને 100 ગણું વધારે વળતર આપે છે.
આ પણ વાંચો : તમારી પાસે પણ છે 10 રૂપિયાનો આવો સિક્કો?RBIએ આપી મહત્ત્વની માહિતી…
તમે વિચારી રહ્યા હોવ તો પછી એવા કયા કિસ્સા છે કે જેમાં બેંક, લોકરમાં રાખેલા સામાનની સુરક્ષા માટે જવાબદાર નથી હોતી તો એના વિશે જણાવીએ તો જો કોઈ કુદરતી આફતમાં બેંકને નુકસાન પહોંચે છે તો બેંક લોકમાં રાખેલા તમારા સામાનનું કોઈ વળતર નથી આપતી. આ સિવાય ભૂકંપ, વીજળી પડવાની કે નિર્માણ થાય એવી પરિસ્થિતિમાં બેંક તમને કોઈ પણ પ્રકારનું વળતર નથી આપતું.