પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી, હોસ્પિટલમાં દાખલ
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત ફરી લથડી છે. તબિયત બગડ્યા પછી તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભારતીય ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત અચાનક બગડ્યા પછી શનિવારે મોડી રાતના થાણેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
હાલના તબક્કે ડોક્ટરની ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે, જ્યારે તમામ જરુરી ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ અગાઉ સચિનની મુલાકાતને લઈ કાંબલી ચર્ચામાં આવ્યો હતો. તબિયતમાં સુધારા પછી ડિસ્ચાર્જ મળી શકે છે, પરંતુ તેના અંગે સત્તાવાર માહિતી મળી નથી.
આ પણ વાંચો: વિનોદ કાંબલી ચાલવા માટે સંઘર્ષ કરી રહ્યો છે, લોકોએ મદદ માટે સચિનને અપીલ કરી
વિનોદ કાંબલીને હાર્ટની સાથે સાથે અન્ય પ્રકારની બીમારીમાંથી પસાર થઈ રહ્યો છે. આ અગાઉ પણ તેની તબિયત ખરાબ થઈ હતી. જોકે, વિનોદ કાંબલીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા પૂર્વે સચિન તેંડુલકર સાથેનો એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં સચિનને બેસવા માટે જણાવ્યું હતું.
અગાઉ કોચ રમાકાંત આચરેકરના શિષ્ય એવા સચિન અને કાંબલી એક કાર્યક્રમમાં મળ્યા હતા. કાંબલી સચિનને પોતાની સાથે બેસાડવા ઈચ્છતો હતો, પરંતુ થોડા સમય રોકાયા પછી બીજી જગ્યાએ બેઠો હતો. જોકે, કાર્યક્રમ વખતે કાંબલીની તબિયત નબળી જણાઈ હતી, જ્યારે હવે ફરી કાંબલીની તબિયત બગડી હોવાના સમાચાર મળ્યા છે.
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર બેટર વિનોદ કાંબલીએ તેની કારકિર્દીમાં 104 વન-ડે રમ્યો છે, જ્યારે આ જ ફોર્મેટમાં બે સદી અને 14 હાફ સેન્ચુરી ફટકારી હતી. કાંબલીએ 2,477 રન બનાવ્યા છે, જ્યારે વન-ડેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 106 રન છે. 17 ટેસ્ટ મેચ રમનારા વિનોદ કાંબલીએ 1,084 રન માર્યા છે, જ્યારે તેની ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ એ કેરિયર પણ શાનદાર રહી હતી. ફર્સ્ટ ક્લાસ મેચમાં 9,965 રન બનાવ્યા છે.