રાજ ગયું તો બધુ ગયુંઃ હવે બશર અલ રસદની પત્નીએ પણ માગ્યા છૂટાછેડા
મોસ્કોઃ સિરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ ચારેકોરથી ઘેરાયેલા છે. સીરિયામાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યા બાદ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ દેશ છોડીને રશિયા ભાગી ગયા હતા. દેશ છોડીને ભાગી ગયેલા અસદની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. અહેવાલો અનુસાર, અસદની બ્રિટિશ પત્ની આસ્મા અલ-અસદે રશિયન કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. તુર્કી અને આરબ મીડિયાના અહેવાલો અનુસાર, અસમા અલ-અસદ મોસ્કોમાં ખુશ નથી અને હવે તે લંડન જવા માંગે છે. હાલમા તો પુતીને તેમને રશિયામાં આશરો આપ્યો છે.
આ પણ વાંચો: Syrian Civil War: રાષ્ટ્રપતિ અસદના મહેલમાં તોડફોડ અને લુંટ, યુએન સેક્રેટરી જનરલે શાંતિની અપીલ કરી
કોણ છે અસ્મા
આસ્મા મૂળ લંડનના છે. તેમનો જન્મ અહીં થયો હતો. 2000ની સાલમાં તે માતા સાથે સિરિયા રહેવા આવી ગઈ હતી. સિરિયામાં તેની માતા બેંકર અને પછી સિરિયાઈ ડિપ્લોમેટ તરીકે કામ કરતી હતી. અસ્મા લિબિરલ સિરિયાનો ચહેરો માનવામાં આવે છે. મહિલાઓના હક માટે તેણે લડાઈ લડી છે. 24 વર્ષ પહેલા તેણે અલ અશદ સાથે લગ્ન કર્યા હતા. અલ અશદની હુકમશાહીને લીધે તેની છબિ ખરડાઈ હોવાનું પણ માનવામાં આવે છે. અસ્મા પોતાના ઠાઠમાઠ માટે પણ સમાચારોમાં ચમકી ચૂક્યાં છે.
હવે રાજપાટ ગયું ત્યારબાદ પારિવારિક સંકટોથી પણ અલ અશદ ઘેરાયેલા છે. મળતી માહિતી મુજબ, રશિયન સત્તાવાળાઓએ બશર અલ-અસદની સંપત્તિ અને પૈસા પણ જપ્ત કરી લીધા છે. સીરિયા છોડતી વખતે અસદ 270 કિલો સોનું લાવ્યો હતો. તેમની સંપત્તિમાં $2 બિલિયન અને મોસ્કોમાં 18 એપાર્ટમેન્ટનો સમાવેશ થાય છે.