Shocking Video : ટાયર ફાટતા હવામા ફંગોળાયો યુવક, ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ…
ઉડુપી: કર્ણાટકના ઉડુપીમાંથી એક હૃદયદ્રાવક વીડિયો(Shocking Video)આવ્યો છે. જેમાં સમારકામ દરમિયાન બસનું ટાયર ફાટ્યું હતું. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ખાનગી શાળાની બસનું ટાયર રિપેર કરી રહેલ 19 વર્ષીય અબ્દુલ રજીદ હવામા ફંગોળાયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે અબ્દુલ રજીદ ટાયર રિપેર કરી રહ્યો હતો અને ત્યાર બાદ ટાયરમાં હવા ભરી હતી. તેની બાદ અચાનક ટાયર ફાટ્યું હતું અને અબ્દુલ રજીદ હવામાં ફંગોળાયો હતો.
આ પણ વાંચો : અલ્લુ અર્જુનના ઘરમાં તોડફોડ કરનારા આરોપીને ધરપકડના 24 કલાક જ જામીન મળ્યા
તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો
જેમાં અબ્દુલ રજીદ ટાયરમાં હવા ભર્યા બાદ તે ઉભો થયો કે તરત જ ટાયર ફાટ્યું. તેના હાથનું હાડકું તૂટી ગયું છે. ત્યાં હાજર લોકોએ ગંભીર રીતે ઘાયલ અબ્દુલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. આ અકસ્માતમાં અબ્દુલ રાજીદને ઘણી ઈજાઓ થઈ છે. આ ઘટના 21મી ડિસેમ્બરે બની હતી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
આ પણ વાંચો : 5G સ્માર્ટ ફોનના મામલે ભારત ચીનથી પણ આગળ નીકળવાની તૈયારીમાં
અગાઉ નેશનલ હાઇવે 66 પર ટાયર ફાટવાની ઘટના
આ મહિનાની શરૂઆતમાં કર્ણાટકના ઉડુપીમાં માછલી વહન કરતા ટેમ્પોનું ટાયર ફાટી ગયું હતું. આ ઘટનાને કારણે કાર પલટી મારી ગઈ હતી અને તેમાં સવાર બે લોકોને ઈજા થઈ હતી. જ્યારે ફરીથી ટાયર ફાટવાની ઘટના એ જ માર્ગ નેશનલ હાઇવે 66 પર બની હતી.