સ્પોર્ટસ

ગિલ કે જયસ્વાલ નહીં આ ખેલાડી બની શકે છે GOAT, દિનેશ કાર્તિકે કરી ભવિષ્યવાણી…

મુંબઈ: હાલમાં ક્રિકેટ વિશ્વમાં ઘણા યુવા ખેલાડીઓ પ્રતિભા દેખાડી રહ્યા છે, ઘણા ક્રિકેટરોમાં ભવિષ્યમાં મહાન બેટ્સમેન બનવાની ક્ષમતા છે. ભારતના પૂર્વ ક્રિકેટર દિનેશ કાર્તિકે ભવિષ્યના ગ્રેટેસ્ટ ઓફ ધ ઓલ ટાઈમ (GOAT) ખેલાડી અંગે ભવિષ્યવાણી કરી છે. કાર્તિકે ભારતના શુભમન ગિલ કે યશસ્વી જયસ્વાલને બદલે ઈંગ્લેન્ડના યુવા ખેલાડી હેરી બ્રુકને ભવિષ્યનો મહાન બેટ્સમેન (Dinesh Kartik About Harry Brooks) ગણાવ્યો છે.

આ પણ વાંચો : IND VS WI: સ્મૃતિ મંધાનાએ વેસ્ટ ઈન્ડિઝ સામે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

દિનેશ કાર્તિકે કહ્યું કે, “મારા માટે, બ્રુક યુવા પેઢીના સૌથી ખાસ ખેલાડીઓમાંનો એક છે. જ્યારે તેની ટેસ્ટ કારકિર્દીનો અંત આવશે, ત્યારે તેને સર્વકાલીન શ્રેષ્ઠની યાદીમાં ગણવામાં આવશે. તેની પાસે ફ્રી ફ્લોઈંગ બેટિંગ ટેકનિક છે. સૌથી અગત્યનું એ છે કે, તે તેનું મગજ ક્લીયર રાખે છે.”

હેરી બ્રુકનું પ્રદર્શન:

8 સપ્ટેમ્બર 2022ના રોજ ઓવલ ખાતે સાઉથ આફ્રિકા સામે ઇંગ્લેન્ડની ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર બ્રુકે અત્યાર સુધી 24 ટેસ્ટ મેચોમાં 2281 રન બનાવ્યા છે. બ્રુકે રેડ-બોલ ફોર્મેટમાં પોતાની બેટિંગથી વિશ્વ ક્રિકેટને ચોંકાવી દીધું છે. આ કારણે જ દિગ્ગજો તેને વિશ્વ ક્રિકેટનો આગામી સુપરસ્ટાર માને છે. બ્રુકે તેની ટેસ્ટ કારકિર્દીમાં 8 સદી અને 10 અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. વનડેમાં તેના નામે એક સદી છે. તેણે T-20 ઇન્ટરનેશનલમાં ત્રણ અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો : IND VS AUS: બ્રિસ્બેન ટેસ્ટ અંગે આકાશદીપે આપ્યું મહત્ત્વનું નિવેદન, અમારું લક્ષ…

બ્રુક અંગત કારણોસર ભારત સામે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ અને IPL 2024માં રમી શક્યો ન હતો, પરંતુ T20 વર્લ્ડ કપ 2024માં રમ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button