હરિયાણાની હોટેલમાં બર્થડે પાર્ટીમાં આવેલા 3 લોકોની ગોળી મારી હત્યા
પંચકુલા: છેલ્લા ઘણા સમયથી હરિયાણામાં ગુનાખોરીનું પ્રમાણ (Crime in Haryana) વધી રહ્યું છે, એવામાં પંચકુલામાં એક હોટલના પાર્કિંગ એરિયામાં ત્રણ લોકોની ગોળી મારીને હત્યા થતા સનસનાટી (Panchkula hotel firing) ફેલાઈ ગઈ છે. રવિવારે રાત્રે અજાણ્યા બાઈક સવાર હુમલાખોરોએ એક મહિલા સહિત ત્રણ લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી.
બર્થડે પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતાં:
અહેવાલ અનુસાર મૃતક યુવકોની ઓળખ દિલ્હીના રહેવાસી વિકી અને વિપિન તરીકે થઇ છે, જયારે મહિલાની ઓળખ હરિયાણાના હિસારની રહેવાસી નિયા તરીકે થઈ છે. પોલીસે જણાવ્યું કે ત્રણેય બર્થડે પાર્ટીમાં હાજરી આપવા આવ્યા હતા, હોટલના પાર્કિંગમાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ત્રણેયની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અમે સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહ્યા છીએ અને અન્ય પુરાવા એકઠા કરી રહ્યા છીએ.
Also Read – Parliament ધક્કાકાંડમાં ઘાયલ ભાજપના બે સાંસદને હોસ્પિટલમાંથી રજા અપાઈ
આ કરણે થઈ હત્યા!
હત્યા પાછળનો હેતુ હજુ સ્પષ્ટ થઈ શક્યો નથી. પોલીસે શંકા છે કે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોઈ શકે છે. પોલીસના જણાવ્યા અનુસાર, 30 વર્ષની ઉંમરના વિક્કી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે કેટલાક કેસ નોંધાયેલા હતા.
ગુરુગ્રામમાં બોમ્બ બ્લાસ્ટ:
તાજેતરનો કેસ 10 ડિસેમ્બરની વહેલી સવારે ગુરુગ્રામના સેક્ટર 29માં એક નાઇટ ક્લબની બહાર ઓછી-તીવ્રતાનો વિસ્ફોટ થયો તેના થોડા અઠવાડિયા પછી આ ચકચારી હત્યાની ઘટના બની છે.
બ્લાસ્ટની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ ઘટનામાં એક સ્કૂટર સળગી ગયું હતું અને બારના સાઈનબોર્ડને નુકસાન થયું હતું. આરોપી નશાની હાલતમાં હતો.