આ ફિલ્મી સિતારાઓના ઝઘડા છે જગજાહેર
બોલિવૂડ એન્ટરટેઇનમેન્ટ આપે છે. આપણે થોડાક સમય માટે થાકબાક ભૂલી જઇએ છીએ. ફિલ્મી કલાકારો તેમના નિવેદનોને લઇને પણ ઘણી વાર ચર્ચામાં આવતા હોય છે. આજે અમે તમને એવા જ સ્ટાર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમના ઝઘડાઓ જાણીતા છે અને કોઈને કોઈ પ્રસંગે આ સ્ટાર્સ એકબીજાને ટોણો મારવાનો કોઈ મોકો છોડતા નથી.
બાદશાહ અને યો યો હની સિંહઃ
યો યો હની સિંહ અને બાદશાહ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના બે મોટા નામ છે. રેપર બાદશાહ અને હની સિંહ વચ્ચેનો વિવાદ બોલિવૂડના બહુચર્ચિત વિવાદોમાં સામેલ છે. બંને જણ પોતાને એકબીજાથી ચડિયાતા હોવાનું સાબિત કરવા મથે છે. તેઓ પોતાને રોલ્સ રોયસ અને બીજાને નેનો કાર ગણાવે છે. બંને એકબીજા પર દોષારોપણ કર્યા જ કરે છે. તેમની દુશ્મની ક્યારેય મિત્રતામાં બદલાશે કે નહીં એ કોઇને ખબર નથી.
રિતિક રોશન અને પંગા ગર્લ કંગના રનોત
ગ્રીક ગોડ રિતિક રોશન અને કંગના રનોત વચ્ચે એક સમયે અફેર હતું. રિતિક કંગનાને ઘણા ઇમેઇલ મોકલતો હતો. તેમના અફેરની શરૂઆત ક્રિશ ફિલ્મથી શરૂ થઇ હતી, પણ પછી શું થયું તે તેમની વચ્ચેનો પ્રેમ દુશ્મનીમાં બદલાઇ ગયો અને બંને એકબીજા પર આક્ષેપો કરવા માંડ્યા. જોકે, હાલમાં તો બંને શાંત છે. કંગના હવે પોલિટિક્સમાં ઘુસી ગઇ છે અને રિતિક તેની નવી ગર્લફ્રેન્ડ સબા સાથે ઇશ્ક ફરમાવી રહ્યો છે.
અનુરાગ કશ્યપ-સલમાન ખાન:
એક ફિલ્મ માટે અનુરાગ કશ્યપે સલમાન ખાનને છાતી પર વાળ ઉગાડવાની સલાહ આપી હતી. તે સમયે અનુરાગ સલમાન ખાનની ફિલ્મ તેરે નામનું નિર્દેશન કરી રહ્યો હતો, પણ તેણે સલમાનને જ સલાહ આપી તેને કારણે તેને તેરે નામ ફિલ્મના નિર્દેશનમાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો.
પવન સિંહ અને ખેસારી લાલ યાદવઃ
આ બંને ભોજપુરી સિનેમાના દિગ્ગજ કલાકારો છે. જોકે, પવન સિંહ અને ખેસારી લાલ યાદવ તેમની મિત્રતા કરતા દુશ્મનીના કારણે જાણીતા છે. ભોજપુરી ઈન્ડસ્ટ્રીમાં બંને જણ હિટ છે. તેમનો દબદબો છે છતાં, ઈવેન્ટ્સમાં તેઓ એકબીજાની ટીકા કરતા જ રહેતા હોય છે. એ તો ઠીક પવન સિંહ અને ખેસારીના ચાહકો પણ સોશિયલ મીડિયા પર એકબીજા સાથે લડતા રહે છે. બંને વચ્ચે શેના કારણે દુશ્મનાવટ છે એ તો જાણવા મળ્યું નથી.
આ પણ વાંચો…પુષ્પા-2નું વર્લ્ડવાઈડ કલેક્શન 1600 કરોડઃ હવે માત્ર આ બે ફિલ્મોને પાછળ મૂકી દે એટલે