નેશનલ

નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના પંદરસો મુસાફરોમાંથી ૧૦૦૬ને ખાસ ટ્રેનમાં મોકલાયા

ગુવાહાટી: બિહારના બક્સર જિલ્લામાં નોર્થ ઈસ્ટ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી ગયા બાદ લગભગ ૧૫૦૦ મુસાફરોમાંથી કુલ ૧,૦૦૬ને ખાસ ટ્રેનમાં મોકલાયા હતા, એમ એક વરિષ્ઠ રેલવે અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું. બુધવારે રાત્રે નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના અકસ્માત પછી, કુલ ૧,૦૦૬ મુસાફરો બિહાર, પશ્ર્ચિમ બંગાળ અને આસામમાં તેમના ગંતવ્ય સ્થાનો પર પહોંચવા માટે દાનાપુર ખાતે ખાસ ટ્રેનમાં સવાર થયા હતા. નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સબ્યસાચી ડેએ જણાવ્યું કે ખાસ ટ્રેન સવારે પાંચ વાગે શરૂ થઇ અને રાત્રે ૧૧ વાગે કામાખ્યા પહોંચવાની છે. કુલ ૧૦૦૬ મુસાફરો આવી રહ્યા છે અને તેઓ રૂટ પરના વિવિધ સ્ટેશનો પર ઉતરશે. આ ટ્રેન નોર્થ ઈસ્ટ એક્સપ્રેસના નિર્ધારિત સ્ટોપેજ પર જ રોકાશે. આસામના પાંચ સ્ટેશનો પર લગભગ ૫૦૦ મુસાફરોને ઉતારવામાં આવશે. એમણે વધુમાં જણાવ્યું હતું કે પ્રવાસ દરમિયાન મુસાફરોને ભોજન અને નાસ્તો આપવામાં આવશે. રેલવે કામાખ્યા સ્ટેશનથી રોડ માર્ગે તેમની મુસાફરીની વ્યવસ્થા પણ કરશે. દુર્ઘટનાને કારણે આસામથી આવતી કોઈપણ ટ્રેન હાલ રદ કરવામાં આવી નથી. રેલવેએ વિવિધ સ્ટેશનો પર હેલ્પલાઈન શરૂ કરી છે. એની માહિતી આ પ્રમાણે છે – ગુવાહાટી (૦૩૬૧૨૭૩૧૬૨૧/૨૨/૨૩), કામાખ્યા (૦૩૬૧૨૬૭૪૮૫૭), કટિહાર (૯૬૦૮૮૧૫૮૮૦), અને ન્યૂ જલપાઈગુડી(૮૧૭૦૦૩૪૨૪૨). કામરૂપ મેટ્રોપોલિટન ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન, જે ગુવાહાટીનું સંચાલન કરે છે, તેણે પણ ઇમરજન્સી હેલ્પલાઇન (૯૩૬૫૪૨૯૩૧૪) શરૂ કરી છે, અને લોકોને મદદ માટે સંપર્ક કરવા જણાવ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત