બ્રાઝિલમાં ગ્રામાડો પ્લેન ક્રેશ; એક જ પરિવારના 10 લોકોના મોત, બેની હાલત ગંભીર
બ્રાઝીલિયા: બ્રાઝિલના લોકપ્રિય પ્રવાસન સ્થળ ગ્રામાડો શહેરમાં વિમાન દુર્ઘટના (Gramado plane crash) સર્જાઈ છે. એક નાનું વીમાના દુર્ઘટનાગ્રસ્ત થતા તમામમ 10 મુસાફરો અને ક્રૂના મોત થયા હતાં. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ આ દુર્ઘટના અંગે આ જાણકારી આપી છે.
ચીમની સાથે અથડાયું પ્લેન:
બ્રાઝીલની સિવિલ ડિફેન્સ એજન્સીએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું કે ગ્રામાડોના મુખ્ય રહેણાંક વિસ્તારમાં એરક્રાફટ પહેલા એક ઘરની ચીમની સાથે અથડાયું, પછી બિલ્ડિંગના બીજા માળે અથડાયું અને ત્યાર બાદ મોબાઈલ ફોનની દુકાન સાથે અથડાયું. જમીન પરના 10 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાંથી બેની હાલત ગંભીર છે.
અકસ્માતનું કારણ શું હતું તે હજુ સ્પષ્ટ થયું નથી. બ્રાઝિલની સિવિલ ડિફેન્સ એજન્સીએ જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર તમામ 10 મુસાફરો અને ક્રૂના મૃત્યુ થયા હતા.
એક જ પરિવારના 10 લોકોના મોત:
સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ કે વિમાનમાં સવાર મુસાફરો એક પરિવારના સભ્યો હતા અને રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યના અન્ય શહેરથી સાઓ પાઉલો રાજ્યમાં મુસાફરી કરી રહ્યા હતા.
Also Read – દક્ષિણ સુદાનમાં પૂર બન્યું ‘આફત’: નહેરના કિનારાને આશ્રય લેતા નિઃસહાય વિસ્થાપિતો…
લોકપ્રિય પ્રવસી સ્થળ ગ્રામાડો:
ગ્રામાડો સેરા ગૌચા પર્વતોમાં સ્થિત છે અને બ્રાઝિલના પ્રવાસીઓમાં લોકપ્રિય છે, આ શહેર ઠંડા હવામાન, હાઇકિંગ ટ્રેલ્સ અને આર્કીટેક્ચર માટે જાણીતું છે. આ શહેર 19મી સદીમાં મોટી સંખ્યામાં જર્મન અને ઇટાલિયન ઇમિગ્રન્ટ્સ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું અને નાતાલની રજાઓ ગાળવા માટેનું લોકપ્રિય સ્થળ છે.