નેશનલ

UP encounter:3 વોન્ટેડ ખાલિસ્તાની આરોપીઓ ઠાર, બે AK-47 રાઈફલ જપ્ત

પીલીભીત: ઉત્તર પ્રદેશ પોલીસ અને પંજાબ પોલીસની સંયુક્ત ટીમનું ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લાના પુરનપુર કુખ્યાત આરોપીઓ સાથે એનકાઉન્ટર (UP encounter with Khalistani accused) થયું હતું. અહેવાલ મુજબ પંજાબના ગુરદાસપુર જિલ્લામાં પોલીસ ચોકી પર ગ્રેનેડ બોમ્બ હુમલામાં સામેલ 3 આરોપીઓનું મોત થયું છે. આરોપીઓ પાસેથી બે એકે 47 અને બે ગ્લોક પિસ્તોલ મળી આવી છે.

પોલીસે જણાવ્યું કે આરોપીઓની ઓળખ ગુરવિન્દર સિંહ (25), વીરેન્દ્ર સિંહ ઉર્ફે રવિ (23) અને જસપ્રીત સિંહ ઉર્ફે પ્રતાપ સિંહ (18) તરીકે થઇ છે, તમામ ગુરદાસપુરના રહેવાસી છે.

આવી સ્થિતિમાં, ગુપ્ત માહિતીના આધારે પોલીસે વિસ્તારને કોર્ડન કરી લીધો. તેમણે આરોપીઓને ચેતવણી આપી અને તેમને આત્મસમર્પણ કરવા કહ્યું પરંતુ તેઓ આ માટે તૈયાર ન હતા. આવી સ્થિતિમાં, પોલીસ અને આરપીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ, જેમાં ત્રણેય આરોપીઓ માર્યા ગયા.

Also Read – Farmers Protest: આમરણ ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા દલ્લેવાલની સ્થિતિ નાજુક, હૃદય રોગનો ખતરો

અધિકારીએ કહ્યું કે આરોપીઓએ આત્મસમર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો, એન્કાઉન્ટર થયું જેમાં ત્રણેય માર્યા ગયા. ગોળી વાગ્યા બાદ ત્રણેયને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં, પરંતુ તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતાં.

અધિકારીએ જણાવ્યું કે, હાલ ગ્રાઉન્ડ પર પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button