નેશનલ

RBI એ બેંકોને એસેટ વેલ્યૂમાં થતો ઘટાડો રોકવા આપ્યો આ આદેશ

મુંબઇ: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI)બેંકો પાસેથી લોન લેનારાઓને વિલફુલ ડિફોલ્ટર તરીકે વર્ગીકૃત કરવા માટે 6 મહિનાથી વધુ સમય આપવાની બેંકોની માંગને ફગાવી દીધી છે. આરબીઆઈએ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે જે પણ વ્યક્તિ બેંકો પાસેથી લીધેલી લોન જાણી જોઈને પરત નથી કરી રહ્યા તેને છ મહિનાની અંદર વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આરબીઆઈએ વિલફુલ ડિફોલ્ટર્સ જાહેર કરવાની સમય મર્યાદા ઘટાડીને છ મહિના કરી હતી. આરબીઆઈના આ નિર્ણયથી બેંકો નારાજ છે.

નાણાકીય સ્થિરતા જાળવવામાં પણ મદદ

મીડિયા અહેવાલ મુજબ થોડા દિવસ પહેલા જ આરબીઆઈએ બેંકોને સ્પષ્ટપણે કહ્યું છે કે બેંકો પાસેથી લોન લેનાર કોઈપણ વ્યક્તિને છ મહિનાની અંદર વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. આરબીઆઈનું માનવું છે કે બેંકોમાંથી લોન પર ડિફોલ્ટ કરનારા લોકોને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયામાં વિલંબ થવાથી એસેટ વેલ્યૂમાં ઘટાડો થાય છે અને એસેટ વેલ્યૂમાં થતા ઘટાડાને રોકવા માટે આરબીઆઈએ આ નિર્ણય લીધો છે. આરબીઆઈનું આ પગલું બેંકોને લોન ડિફોલ્ટના સંકટમાંથી બચાવશે અને નાણાકીય સ્થિરતા જાળવવામાં પણ મદદ કરશે.

લોન ખાતું એનપીએ જાહેર કરવામાં આવે છે

બેંકો પાસેથી લોન લેનારાઓને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવા માટે આરબીઆઈએ બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. આ નિયમ હેઠળ, જો બેંકમાંથી લોન લેનાર વ્યક્તિ 90 દિવસથી વધુ સમય સુધી મુદ્દલ અને વ્યાજની ચુકવણી ન કરે તો તેનું લોન ખાતું NPA જાહેર કરવામાં આવે છે. બેંકો પછી ગ્રાહકને વિલફુલ-ડિફોલ્ટર તરીકે આંતરિક રીતે ચેતવણી આપે છે. આ પછી લોન લેનાર વ્યક્તિને પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય આપવામાં આવે છે. પરંતુ ઘણી વખત લેનારા આ સમયનો ઉપયોગ પ્રક્રિયાને પાટા પરથી ઉતારવા અથવા વિલંબ કરવા માટે કરે છે.

Also Read – સાત કૃષિ કોમોડિટીના વાયદા પરના પ્રતિબંધને વધુ ચાલીસ દિવસ લંબાવાયો

બેંકોએ તાત્કાલિક કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવી જોઈએ

આ જ કારણ છે કે આરબીઆઈ આવી વ્યક્તિને વિલફુલ ડિફોલ્ટર જાહેર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બેંકોને છ મહિનાથી વધુ સમય આપવાના પક્ષમાં નથી. આરબીઆઈ માને છે કે વિલફુલ ડિફોલ્ટર એક સંવેદનશીલ બાબત છે જેનું રાજકીયકરણ પણ થાય છે. આવી સ્થિતિમાં બેંકોએ આવા લોકો સામે તાત્કાલિક કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવી જોઈએ જેથી લોન લેનાર વ્યક્તિ દેશ છોડીને ભાગી ન શકે. એકવાર કોઈ વ્યક્તિ વિલફુલ ડિફોલ્ટર જાહેર થઈ જાય પછી આ વ્યક્તિ માટે લોન લેવાના તમામ દરવાજા બંધ થઈ જાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button