આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat ના વાતાવરણમાં થયો પલટો, કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં(Gujarat)ઉત્તરીય ભાગો તરફથી ફૂંકાયેલા બર્ફિલા પવનને કારણે દિવસભર ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રવિવારે રાજ્યના 13 શહેરનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહ્યું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્યથી ઘટ્યું હતું અને દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. રવિવારે પણ નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. અરબ સાગરમાં ટ્રફની રચના થતાં વાતાવરણમાં પલટો આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનેક જિલ્લામાં હળવા વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ 26મીએ ગુરુવારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે.

ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે 27મી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. જ્યારે 27મી ડિસેમ્બરે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડશે.

જ્યારે 28મી ડિસેમ્બરે વરસાદનું જોર ઓછું થશે. 28 ડિસેમ્બરે કચ્છ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા દર્શાવામાં આવી છે.

Also Read – Weather Update : દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે…

દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો

ગતરોજ ગુજરાતમાં પવનની ગતિ સામાન્ય કરતાં વધુ રહેતા દિવસભર ઠંડીનો અહેસાસ થયો હતો. રવિવારે ગુજરાતમાં સૌથી નીચું તાપમાન નલિયામાં છેલ્લા 24 કલાકમાં તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદમાં 18, ગાંધીનગરમાં 16 અને વડોદરામાં પણ 17 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત રાજકોટમાં તાપમાન 13 ડિગ્રી નોંધાયું હતું. સુરતમાં તાપમાન 19 ડિગ્રી નોંધાયું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button