ટોપ ન્યૂઝનેશનલ

Weather Update : દેશના અનેક રાજ્યોના વાતાવરણમાં પલટો, હવામાન વિભાગે કરી આ આગાહી

નવી દિલ્હી : ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં સતત થઈ રહેલી હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઘણા રાજ્યોનું હવામાનમાં બદલાવ(Weather Update)આવ્યો છે. જેમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડી પડી રહી છે. તેમજ દિલ્હી-NCRમાં આકાશમાં વાદળો છવાયા છે. સોમવારે સવારે પણ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. એટલે કે કડકકતી ઠંડીની સાથે વરસાદ પણ પડી રહ્યો છે.

હવામાન વિભાગે કરી આ આગાહી

આ દરમિયાન, ભારતીય હવામાન વિભાગ એ આગામી દિવસોમાં દિલ્હી-NCR તેમજ ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબમાં વરસાદની આગાહી કરી છે. આ તમામ રાજ્યોમાં પહેલેથી જ પ્રવર્તી રહેલી ઠંડીમાં હજુ વધારો થશે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં વરસાદ અને કોલ્ડવેવ બંને માટે એલર્ટ જાહેર કર્યું છે.

તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે

દિલ્હીમાં ઠંડા પવનોને કારણે આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે. આ સપ્તાહ દરમિયાન દિલ્હીનું મહત્તમ તાપમાન 23 થી 24 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહી શકે છે. જ્યારે લઘુત્તમ તાપમાન 5 થી 7 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

સોમવારે વરસાદ પડશે

હવામાન વિભાગે કહ્યું કે સોમવારે દિલ્હી, એનસીઆર, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના ઘણા જિલ્લાઓ વાદળછાયું રહેશે. આજે સવારે દિલ્હી-એનસીઆરના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ નોંધાયો હતો. દિવસ દરમિયાન પણ વરસાદની સંભાવના છે.

26 અને 27 ડિસેમ્બરે ભારે વરસાદની આગાહી

જોકે, હવામાન વિભાગે 26 અને 27 ડિસેમ્બરે દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના મોટા ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદના કારણે ઠંડીમાં વધારો થશે. આ સમયગાળા દરમિયાન શીત લહેર પણ પ્રવર્તશે.

આ રાજ્યોમાં કોલ્ડ વેવ એલર્ટ
હવામાન વિભાગે કહ્યું કે આ વરસાદને કારણે હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા જેવા વિસ્તારોમાં તાપમાનમાં ભારે ઘટાડો થશે અને મધ્ય પ્રદેશમાં શીત લહેર જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાન બદલાયું હતું

હવામાનની બદલાતી પેટર્ન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમનથી પશ્ચિમ હિમાલયના પ્રદેશ અને આસપાસના મેદાનો પર વરસાદ અને હવામાનની સ્થિતિમાં ફેરફાર થવાની ધારણા છે. સોમવારે દિલ્હી-એનસીઆરમાં હળવા વરસાદની સાથે મંગળવારે ગાઢ ધુમ્મસ રહેશે. તીવ્ર ઠંડી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Also Read – જમ્મુ-કાશ્મીરમાં વરસાદનું ઘટી રહેલું પ્રમાણ કઈ વાતનો આપે છે સંકેત?

આંધ્રપ્રદેશ, ઉત્તર તમિલનાડુમાં વરસાદ

હવામાન વિભાગે જણાવ્યું કે તટીય આંધ્રપ્રદેશ, ઉત્તર તમિલનાડુ, પુડુચેરી અને રાયલસીમામાં તાજેતરમાં ભારે વરસાદ થયો છે. ઓડિશા, દરિયાકાંઠાના પશ્ચિમ બંગાળ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, આસામ અને મેઘાલયના ભાગોમાં પણ વરસાદ નોંધાયો હતો.

હિમવર્ષા થતાં ઠંડીમાં હજુ વધારો થશે

તે જ સમયે, હિમાચલ પ્રદેશમાં 23, 24 અને 27 ડિસેમ્બરે કેટલીક જગ્યાએ વરસાદની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન ઉના, હમીરપુર, બિલાસપુર અને મંડી જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમાચલના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થતાં ઠંડીમાં હજુ વધારો થશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button