GPSC: ટેક્સ ઇન્સ્પેક્ટરની 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી…
અમદાવાદઃ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર વર્ગ-3ની 300 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ માટેની લેખિત પરીક્ષા ગઈ કાલે 22 ડિસેમ્બર 2024ના રોજ રાજ્યભરમાં યોજાઈ હતી આ પરીક્ષા માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં 1.85 લાખ ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : સુરત-થાણે ક્રાઈમ બ્રાંચનું સંયુક્ત ઓપરેશન, મહારાષ્ટ્રમાંથી 5 કરોડના દાગીનાની ચોરી કરનારી ટોળકીને સુરતમાંથી દબોચી
રાજ્યમાં અલગ અલગ કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી, આ પરીક્ષા અંગે સૌથી મહત્વની બાબત એ હતી કે, આ વખતે પહેલીવાર બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ ચકાસણીના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી પરીક્ષાઓમાં પેપર લીક અને ચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ બાબતોને રોકવા માટે આ વખતે બાયોમેટ્રિક ચકાસણીથી ઉમેદવારોને પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. પરીક્ષા શરૂ થઈ તે પહેલા ગેરરીતિ અટકાવવા માટે તમામ કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ત્રણ તબક્કામાં પરીક્ષાર્થીઓનું ચેકિંગ કરીને જ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ અપાયો હતો. પોલીસ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ સાથે ઉમેદવારોને પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે મોબાઈલ ફોન અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ન લઈ જવા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Gujarat સરકારનો મોટો નિર્ણય, નવા 24 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સૈધ્ધાંતિક મંજૂરી…
આ ઉપરાંત, પરીક્ષા ખંડમાં માત્ર ઓળખ પત્ર અને હોલ ટિકિટ સાથે જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.