અમદાવાદ

અમદાવાદમાં ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ; NCB એ સાથે 3 નાઈજીરીયન સહિત ચારની ધરપકડ કરી…

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોમાં ડ્રગ્સની તસ્કરીના પ્રયાસોમાં વધારો થયો છે, ડ્ર્ગ્સ માફિયાઓ કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કિનારાનો ઉપયોગ ડ્રગ્સની તસ્કરી માટે કરે છે. ગુજરાત પોલીસ ડ્રગ્સની તસ્કરી રોકવા સતત પ્રયસો કરી રહી છે, એવામાં અમદાવાદમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાસ (Drugs Racket in Ahmedabad) થયો છે. એનસીબીએ વિવિધ બ્રાન્ડના ગરમ મસાલાનાં પેકેટમાં ડ્રગ્સ પેક કરી અમેરિકા મોકલવાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બેંગ્લોરથી એક અને દિલ્હીથી ત્રણ નાઈજીરિયન શખ્સની ધરપકડ કરી છે.

આ પણ વાંચો : ગુજરાતના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે i Khedut પોર્ટલ, 60 લાખથી વધુ ધરતીપુત્રોએ લીધો લાભ…

રીઢા ગુનેગારની ધરપકડ:

અમદાવાદ એનસીબીએ બાતમીના આધારે અદનાન ફર્નિચરવાલાની નામના વ્યક્તિની ધરપકડ કરી હતી. અદનાન એક સમયમાં પૂણેમાં રહેતો હતો પરંતુ બાદમાં તે અમેરિકા ગયો હતો. અમેરિકામાં ડ્રગની હેરાફેરીના તેના ઉપર ત્રણ કેસ નોંધાયા હતા, તેથી તેને ભારત પરત મોકલવામાં આવ્યો હતો. ભારત પરત આવ્યા બાદ તે ડ્રગની હેરાફેરી શરુ કરી. આ દરમિયાન ગયા વર્ષે એનસીબી મુંબઈ દ્વારા તેના પર વધુ એક કેસ કરીને તેની ધરપકડ કરવામાં આવી હતી. જે કેસમાં તે પેરોલ ઉપર બહાર હતો. અદનાન ડ્રગની હેરાફેરી કરતો અને પોતાનું સ્થળ બદલતો રહેતો હતો.

નાઈજીરિયન સિન્ડિકેટ સાથે સાંઠગાંઠ:

અમદાવાદ એનસીબી દ્વારા અદનાનને ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોમાં ટ્રેક કરવામાં આવ્યો હતો. 8 ડિસેમ્બરે કર્ણાટકના બેંગ્લોરના વિસ્તારમાંથી એક એપાર્ટમેન્ટમાંથી અદનાનની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કર્યા બાદ તપાસમાં સામે આવ્યું કે અદનાન નાઈજીરિયન સિન્ડિકેટની સાથે મળીને ડ્રગ્સ સપ્લાય કરવાનું ચાલુ કર્યું હતું. દિલ્હીથી આ સિન્ડિકેટ ચાલતી હતી. કુરિયર એજન્સી મારફતે ભારતથી અમેરિકા ડ્રગ્સ મોકલાતું હતું.

આ પણ વાંચો : પાર્ટીના પ્રદેશ કાર્યાલયના ઉદ્ધાટન વખતે શંકરસિંહ વાઘેલાએ દારુ પીવા મુદ્દે આપ્યું મહત્ત્વનું નિવેદન

વિદેશીઓની ધરપકડ:

અમદાવાદ એનસીબીએ 18 ડિસેમ્બરે દિલ્હીના વિસ્તારમાંથી ઈમેન્યુઅલ અને તેના બે સાથી એકલેમે અને ઇમેન્યુઅલ ઓસાજાની ધરપકડ કરી હતી. આરોપીઓની ધરપકડ કરીને વિવિધ બ્રાન્ડના મસાલા પેકેટમાં છુપાયેલા બે કિલો ડ્રગ કબજે કરવામાં આવ્યું હતું. ચારેય આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button