ગાંધીધામ

કંડલા પોર્ટના આધેડ વયના કર્મચારી હની ટ્રેપમાં ફસાયા! ટોળકીએ 23 લાખ પડાવી લીધાં…

ગાંધીધામ: કચ્છ જીલ્લાના કંડલા બંદર ખાતે નોકરી કરનારા આધેડ વયના કર્મચારી હની ટ્રેપનો શિકાર બન્યા હતાં. ભુજ, માધાપર, ગાંધીધામ અને અંજારની 6 કુખ્યાત મહિલાઓ અને અન્ય પાંચ યુવકોએ બ્લેકમેઈલ કરીને આધેડ પાસેથી કથિત રીતે રૂ.23 લાખ પડાવી લીધા હતાં.

આ પણ વાંચો : ગુજરાતના કચ્છમાં સતત વરસાદથી ચિત્તા પ્રોજેક્ટમાં વિલંબ થશે, જાણો વિગત…

દીન દયાળ પોર્ટ ઓથોરોટીના 55 વર્ષીય આધેડ કર્મચારીને બ્લેકમેઇલ કરી, સૌપ્રથમ નવેમ્બર 2023માં આ ગેંગે 8 લાખ રૂપિયા પડાવ્યા હતા.

આ રીતે ફસાયા જાળમાં:

અહેવાલ મુજબ, અંજારના મેઘપરની રહેવાસી 40 વર્ષીય રત્ના ઊર્ફે આરાધના કાળુ રાણાએ આધેડને ઘરે બોલાવ્યો હતો. ફરિયાદી આરાધનાના ઘેર ગયો ત્યારે તેનો દિવ્યા નામની છોકરી સાથે પરિચય કરાવ્યો હતો. આ દરમ્યાન સુમિત રાણા નામના શખ્સે ફરિયાદીનો નગ્ન હાલતમાં વીડિયો રેકોર્ડ કરી લીધો હતો અને બ્લેકમેઇલ કરી રૂ.8 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

ત્યારબાદ ગત 19મી ફેબ્રુઆરી 2024ના રોજ દેહ વ્યાપારનો વ્યવસાય કરતી ફાલ્ગુની નામની મહિલાએ આધેડના કહેવાથી એક યુવતીને તેના ઘરે મોકલાવી હતી. ગેંગે અગાઉની મોડ્સ ઓપરેન્ડી મુજબ અશ્લીલ વિડીયો કલીપ રેકોર્ડ કરી ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને બળાત્કારની ખોટી ફરિયાદ નોંધવાની ધમકી આપી હતી, અને 30 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.

અંતે 13 લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી થયું હતું. ત્રણ લાખ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા, બાકીના 10 લાખ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે આધેડે સ્ટેટ બેન્કમાંથી 9 લાખ રૂપિયાની કેસ લોન,પગાર અને બચતના એક લાખ રૂપિયા ઉમેરીને પૂરા 13 લાખ આપી દીધા હતા.

ફરી ધમકીઓ આપી:

એકાદ માસ બાદ ફરી આરાધનાએ ફોન કરીને ‘મારી પાસે હજુ તમારા વીડિયો છે’ કહીને ત્રાસ આપવો ચાલુ કરી દીધો હતો.
કર્મચારીએ નોંધાવેલી ફરિયાદના આધારે એ-ડિવિઝન પોલીસે આરાધનાઊર્ફે રત્ના, ફાલ્ગુની મકવાણા, જાનકી ચાવડા, કુસુમ વરસાણી, કુલદીપ મકવાણા અને રાજ જરુની ધરપકડ કરી લીધી છે. હજુ દિવ્યા, સુમિત રાણા, જ્હાનવી, મિતુલ સુથાર અને પોતાને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકના ડી સ્ટાફમાં હોવાની ઓળખાણ આપનારા નકલી પોલીસમેન બનેલા રાજ પટેલની ધરપકડ કરવાની બાકી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આ પણ વાંચો : Gujarat માં એક વર્ષમાં દુષ્કર્મની 648 ઘટનાનો દાવો, આમ આદમી પાર્ટીએ ગૃહ મંત્રીનું રાજીનામું માંગ્યું…

યુવતીઓ અગાઉ પણ ગુના આચરી ચુકી છે:

ઉલ્લેખનીય છે કે, જાનકી ચાવડા અને કુસુમ વરસાણી વિરુદ્ધ હની ટ્રેપના અનેક ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જાનકીએ સાત વર્ષ અગાઉ ભુજનમાં બે સાગરીતો સાથે મળીને 25 હજાર રોકડાં અને 30 હજારના દાગીના મળી ૫૫ હજારની ચોરી કરી હતી. આ ઉપરાંત વર્ષ 2022માં જાનકીએ અન્ય પાંચ સાગરીતો સાથે મળીને મુંદરાના બારોઈના યુવકને ભુજમાં હની ટ્રેપમાં અઢી લાખ રૂપિયાની માંગણી કરેલી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button