દુબઈ: આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફી(ICC Champions trophy)નું આયોજન થવાનું છે, ક્રિકેટ રસિકો લાંબા સમયથી આ ટુર્નામેન્ટની રાહ જોઈ રહ્યા છે. પાકિસ્તાનની યજમાની છતાં આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજાશે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પહેલાથી આ અંગે પુષ્ટિ કરી છે. આજે જાહેર કરવામાં આવેલા એક રીપોર્ટ અનુસાર ભારત તેની તમામ મેચો દુબઈમાં રમી શકે છે, જો ટીમ સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ થાય છે, તો આ મેચો પણ UAEમાં જ રમાશે.
આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાએ ‘આ’ કારણોસર ઓસ્ટ્રેલિયન મીડિયાના જવાબ ન આપ્યા! નવો વીડિયો વાઈરલ
અહેવાલ મુજબ શનિવારે રાત્રે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નકવી અને UAE સમકક્ષ શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને ન્યુટ્રલ વેન્યુ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.
2027 સુધી આ નિયમ અમલમાં રહેશે:
ICCએ ગુરુવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મેચ ન્યુટ્રલ વેન્યુ પર રમાશે. આનો અર્થ એ થયો કે હવે બંને ટીમો કોઈપણ ICC ટૂર્નામેન્ટમાં એકબીજાના દેશનો પ્રવાસ નહીં કરે અને બંને ટીમો વચ્ચેની મેચ તટસ્થ સ્થળે રમાશે. આ નિયમ 2024-2027 સુધી અમલમાં રહેશે.
આ પણ વાંચો : રોહિત શર્માના સંન્યાસને લઈ સુનીલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી…
શેડ્યુલની રાહ:
ICCએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યુલ જાહેર નથી કર્યું. ICCએ જણાવ્યું કે કે ટુર્નામેન્ટનું શેડ્યુલ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત અને પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા છે.