બોલો, આસામ સરકારે બાળલગ્ન વિરુદ્ધ ચલાવી ઝુંબેશઃ 400થી વધુ લોકોની કરી ધરપકડ…
ગુવાહાટીઃ આસામમાં બાળલગ્ન વિરુદ્ધ અભિયાનના ત્રીજા તબક્કામાં ૪૧૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી ૨૧-૨૨ ડિસેમ્બરની રાત્રે શરૂ કરવામાં આવી હતી. આ જાણકારી આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમાએ રવિવારે આપી હતી. પોલીસે ૩૩૫ કેસ નોંધ્યા છે અને ધરપકડ કરાયેલા લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર હતા.
આ પણ વાંચો : PM Modiને મળ્યું 20મું ઈન્ટરનેશનલ સન્માનઃ ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી સન્માનીત
મુખ્ય પ્રધાને એક્સ પર જણાવ્યું કે આસામે બાળલગ્નો વિરુદ્ઘ લડાઇ ચાલુ રાખી છે. ૨૧-૨૨ ડિસેમ્બરની રાત્રે શરૂ કરવામાં આવેલા ત્રીજા ચરણના તબક્કામાં ૪૧૬ ધરપકડ કરવામાં આવી હતી અને ૩૩૫ કેસ નોંધવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા લોકોને રવિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અમે આ સામાજિક દૂષણને ખતમ કરવા માટે સાહસિક પગલાં લેતા રહીશું. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ૨૦૨૩માં ફેબ્રુઆરી અને ઓક્ટોબરમાં બે તબક્કામાં બાળલગ્નો વિરુદ્ધ અભિયાન હાથ ધર્યું હતું.
આ પણ વાંચો : ભોપાલમાં પૂર્વ કોન્સ્ટેબલના ઘરમાંથી નીકળ્યો ‘કુબેરનો ખજાનો’, ગણતરી કરતા અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ…
ફેબ્રુઆરીમાં પ્રથમ તબક્કામાં ૩,૪૮૩ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૪,૫૧૫ કેસ નોંધાયા હતા. જ્યારે ઓક્ટોબરમાં બીજા તબક્કામાં ૯૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ૭૧૦ કેસ નોંધાયા હતા.