નેશનલ

વસુંધરા રાજેના કાફલાને અકસ્માત નડ્યો; ઘાયલ પોલીસકર્મીઓને હોસ્પિટલ મોકલાયા…

જયપુર: રાજસ્થાનના પાલી જિલ્લામાં રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના કાફલાને અકસ્માત મળ્યો (Vasundhara Raje’s convoy met accident) હતો. વસુંધરા રાજેના કાફલા પાછળ આવતી પોલીસની જીપ પલટી ગઈ હતી. જીપ પલટી જતાં કેટલાક પોલીસકર્મીઓને ઈજા પહોંચી હતી. અહેવાલ મુજબ ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓની ઓળખ રૂપરામ, ભાગ ચંદ, સૂરજ, નવીન અને જિતેન્દ્ર તરીકે થઇ છે. આ અકસ્માત પાલી જિલ્લાના બાલીમાં થયો હતો.

આ પણ વાંચો : ભોપાલમાં પૂર્વ કોન્સ્ટેબલના ઘરમાંથી નીકળ્યો ‘કુબેરનો ખજાનો’, ગણતરી કરતા અધિકારીઓની આંખો પહોળી થઈ ગઈ…

શોકસભામાં હાજરી આપવા ગયા હતાં:

અહેવાલ મુજબ પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પ્રધાન ઓતા રામ દેવાસીની માતાના નિધન પર શોક વ્યક્ત કરવા મુંદરા ગામ પહોંચ્યા હતાં, ત્યાંથી તેઓ જોધપુર પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. વસુંધરા રાજે આ અંગેની માહિતી મળતા જ તેઓ ઘાયલ પોલીસ કર્મીઓ પાસે પહોંચી ગયા હતાં.

તમામ પોલીસકર્મીઓ સુરક્ષિત:

ઘાયલ પોલીસકર્મીઓને એમ્બ્યુલન્સ મારફતે બાલીની સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. વસુંધરા રાજેએ ઘાયલ પોલીસકર્મીઓ સાથે બાલીના વિધાનસભ્ય પુષ્પેન્દ્ર સિંહને પણ હોસ્પિટલ મોકલ્યા હતાં. વસુંધરા રાજે પણ હોસ્પિટલ પહોંચ્યા હતાં. ઘાયલોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, પોલીસકર્મીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

આ પણ વાંચો : બિહારમાં ફરી થશે ‘ખેલા’? નીતિશ કુમારના મૌન અને એકનાથ શિંદેને શું સંબંધ?

મુખ્ય પ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ:

રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ પણ પ્રધાન ઓતા રામ દેવાસીની માતાને શ્રદ્ધાંજલિ આપી હતી. એક્સ પર ફોટોઝ શેર કરતા, તેમણે એક પોસ્ટમાં લખ્યું કે ‘રાજસ્થાન સરકારમાં રાજ્ય પ્રધાન શ્રીમતી દૌલીબાઈજીના પૂજનીય માતાના નિધન પછી, આજે બાલીના મુંદરામાં તેમના નિવાસસ્થાન આયોજિત શોકસભામાં હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button