નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અપસેટઃ ચેમ્પિયન ચિરાગ સેન ઋત્વિક સામે હાર્યો…
બેંગલુરુઃ ડિફેન્ડિંગ ચેમ્પિયન ચિરાગ સેન શનિવારે અહીં 86મી સિનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપના ત્રીજા રાઉન્ડમાં ઋત્વિક સંજીવી સામે હારીને બહાર થઈ ગયો હતો.
આ પણ વાંચો : 20 સિક્સર અને 13 ફોર, ઉત્તર પ્રદેશના સમીર રિઝવીએ રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી ફટકારી…
તમિલનાડુનો ખેલાડી ઋત્વિક ચિરાગ સેન સામે પ્રથમ ગેમ હારી ગયો હતો પરંતુ બાદમાં તેણે વાપસી કરી હતી અને 12-21, 21-19, 21-15થી જીત મેળવી હતી. હવે ક્વાર્ટર ફાઇનલમાં તેનો સામનો રઘુ એમ સામે થશે. ચિરાગે અગાઉ જીત પટેલને 21-15, 21-15થી હરાવ્યો હતો.
વિમેન્સ સિંગલ્સમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અનમોલ ખાર્બ અને છેલ્લા સ્ટેજની રનર અપ તન્વી શર્માએ પણ સરળતાથી આગળના રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. અનમોલે કૃષિકા મહાજનને 21-14, 21-14થી અને તન્વીએ સ્વાતિ સોલંકીને 21-12, 21-8થી હરાવ્યા હતા.
આ પણ વાંચો : નવી મુંબઈમાં ભારતીય મહિલા ક્રિકેટર્સના નવા વિક્રમોની ભરમાર…
અગાઉ અનમોલે દીપાલી ગુપ્તાને 21-8, 21-6 અને તન્વીએ ફ્લોરા એન્જિનિયરને 21-8, 21-6થી આસાનીથી હરાવ્યા હતા. ભૂતપૂર્વ ચેમ્પિયન મિથુન મંજૂનાથ અને સૌરભ વર્માએ તેમના અનુભવનો ઉપયોગ કરીને બીજા રાઉન્ડની મેચોમાં તેમના યુવા હરીફો સામે સરળ જીત નોંધાવી હતી.