ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઇગ્લેન્ડની ટીમ જાહેરઃ રૂટની વન-ડે ટીમમાં વાપસી…
લંડનઃ ઈંગ્લેન્ડે આગામી ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવશે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ 15 સભ્યોની વન-ડે ટીમની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : ધરપકડનું વૉરન્ટ બહાર પડ્યા પછી રૉબિન ઉથપ્પાએ મહત્ત્વનું નિવેદન બહાર પાડ્યું…
આ ટીમ આગામી ભારતીય પ્રવાસ પર વન-ડે સીરિઝ પણ રમશે અને આ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ રમશે. ટીમની કેપ્ટનશીપ જોસ બટલરને સોંપવામાં આવી છે. દરમિયાન ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સને વન-ડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
બીજી તરફ જો રૂટની લગભગ એક વર્ષ પછી વન-ડે ટીમમાં વાપસી થઇ છે. જેણે છેલ્લે 2023 વન-ડે વર્લ્ડકપમાં 50 ઓવરની મેચ રમી હતી. બેન સ્ટોક્સને તાજેતરમાં જ ન્યૂ ઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરીઝમાં ઇજા થઇ હતી. આ કારણથી તેને ભારત સામેની વનડે સીરિઝમાં પસંદ કરવામાં આવ્યો નથી. ફાસ્ટ બોલર માર્ક વૂડ તાજેતરમાં પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામેની શ્રેણીમાં રમ્યો ન હતો. તે ઈંગ્લેન્ડની ટીમમાં પણ વાપસી કરશે.
જોસ બટલરની કેપ્ટનશીપ હેઠળ ઇંગ્લેન્ડ ગયા વર્ષે 2023 વન-ડે વર્લ્ડ કપ અને પછી ટી-20 વર્લ્ડ કપ 2024માં ઇતિહાસ રચવામાં નિષ્ફળ રહ્યું હતું. આમ છતાં જોસ બટલર પર વિશ્વાસ રાખવામાં આવ્યો છે. બટલર ચેમ્પિયન્સ ટ્રોફીમાં વિકેટ કીપિંગ નહી કરે કારણ કે ફિલ સોલ્ટ સિવાય યુવા જેમી સ્મિથને પણ વિકેટકીપિંગના બે વિકલ્પ તરીકે સામેલ કરાયા છે.
આ પણ વાંચો : ભારતીય મહિલાઓનો જયજયકાર…અન્ડર-19 ટીમ બની એશિયન ચેમ્પિયન
ભારત પ્રવાસ અને ચેમ્પિયન્સ ટ્રોફી માટેની વન-ડે ટીમ
જોસ બટલર (કેપ્ટન), જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાયડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશીદ, જો રૂટ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.
ભારત પ્રવાસ માટે ઇગ્લેન્ડની ટી-20 ટીમ
જોસ બટલર (કેપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, ગુસ એટકિન્સન, જેકબ બેથેલ, હેરી બ્રૂક, બ્રાઈડન કાર્સ, બેન ડકેટ, જેમી ઓવરટોન, જેમી સ્મિથ, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રાશીદ, સાકિબ મહમૂદ, ફિલ સોલ્ટ, માર્ક વુડ.