ધાકધમકીથી ધિરાણની વસુલાત કરશે એને થશે કડક સજા! સરકારે રજુ કર્યું મહત્વનું બીલ
નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી એવા ઘણા કિસ્સાઓ નોંધાયા છે કે કેટલીક કંપનીઓ મોબાઈલ એપ દ્વારા લોકોને લોન આપે છે અને પાછળથી છેતરપીંડી કરે છે, જેની સામે કેન્દ્ર સરકાર કડક કાર્યવાહી કરવા જઈ રહી છે. અહેવાલ મુજબ સરકાર અનરેગ્યુલેટેડ લેન્ડીંગ ((unregulated lending APP) પર કડક કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે, જેના માટે એક ડ્રાફ્ટ બિલ રજૂ કરવામાં આવ્યું છે. બિલમાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને ભારે દંડની સાથે 10 વર્ષની જેલની સજા જેવા કડક પગલાંની દરખાસ્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: Salute: ફેરીવાળાને ધાકધમકી આપવા ગયેલી પોલીસે જ્યારે તેમની દીકરી વિશે સાંભળ્યું ત્યારે…
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના વર્કિંગ ગ્રૂપ ઓન ડિજિટલ લેન્ડિંગના નવેમ્બર 2021માં પ્રકશિત થયેલા રિપોર્ટમાં આ પગલાં સૂચવવામાં આવ્યા હતા. અનરેગ્યુલેટેડ લેન્ડિંગ એક્ટિવિટીઝ (BULA) ડ્રાફ્ટ બિલનો ઉદ્દેશ્ય RBI અથવા અન્ય કોઈ નિયમનકારી સંસ્થાઓ દ્વારા અધિકૃત ન હોય તેવી વ્યક્તિઓ અને સંસ્થાઓને ધિરાણ અપાતા સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવાનો છે.
આ પણ વાંચો: Video: અમદાવાદમાં હથિયારો સાથે દાદાગીરી કરનારાના હવે પોલીસે કાઢ્યાં વરઘોડા
બિલમાં આ મુખ્ય બબાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે:
- આ બીલમાં ડિજિટલ લેન્ડિંગ પ્લેટફોર્મનો સમાવેશ કરવામાં આવ્યો છે. અનધિકૃત લોકો કાયદેસર રીતે ધિરાણ આપી શકશે નહીં.
- અનધિકૃત ધિરાણ આપવા બદલ ₹2 લાખથી માંડીને ₹1 કરોડ સુધીના દંડની સાથે સાત વર્ષની જેલની સજા થઈ શકે છે.
- આ સિવાય, બળજબરી અને ધાકધમકી પૂર્વક વસૂલાત કરનારા ધિરાણકર્તાઓને ત્રણથી 10 વર્ષની જેલ સુધીની આકરી સજા થઇ શકે છે.
- એકથી વધુ રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશો અથવા નોંધપાત્ર પ્રમાણમાં જાહેર હિતને અસર કરતા કેસો સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને ટ્રાન્સફર કરવામાં આવશે.
ફ્રોડ લોન એપ્લિકેશની હેરાનગતિ:
ફ્રોડ લોન એપ્લિકેશ દ્વારા બળજબરી પૂર્વક વસૂલાત, ઊંચા વ્યાજ દરો, તેમજ હિડન ફી દ્વારા લોકોને છેતરવામાં આવે છે, જે ચિંતાનો વિષય બન્યો છે. આવા ઘણા મામલાઓના ગંભીર પરિણામો પણ આવ્યા છે. તણાવમાં આવીને ઘણા દેણદારોએ આત્મહત્યા પણ કરી છે.
ગૂગલે સપ્ટેમ્બર 2022 થી ઓગસ્ટ 2023 ની વચ્ચે પ્લે સ્ટોરમાંથી આવી 2,200 થી વધુ એપ્લિકેશનો દૂર કરી હતી. સરકારે ઓનલાઈન પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા કંપનીઓને આ પ્રકારની સેવાઓ માટે જાહેરાતો હોસ્ટ કરવાનું ટાળવા માટે પણ સૂચના આપી હતી.
આ બિલને 13 ફેબ્રુઆરી, 2025 સુધી લોકોના અભિપ્રાય માટે મુકવામાં આવ્યું છે