નેશનલ

ઇઝરાયલમાંથી ભારતીયોને સ્વદેશ લાવવા ભારત સરકારનું ઑપરેશન અજય

જેરુસલેમ: યુદ્ધગ્રસ્ત ઇઝરાયલમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પાછા લાવવા માટે ભારત સરકારે ઑપરેશન અજય' શરૂ કર્યું હતું અને ભારતીયોને ફ્લાઇટમાં સ્વદેશ લાવવાનો ખર્ચ સરકાર ઉપાડશે. ભારતીયોનેવહેલા તે પહેલા’ ધોરણે પાછા લવાશે.

બેન ગરિયન વિમાનમથકેથી ગુરુવારે મોડી રાતે અંદાજે 230 જણને લઇને ફ્લાઇટ નીકળી હતી. આમ છતાં, યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઇટના ઉડ્ડયન, આગમન – પ્રસ્થાનના સમયમાં ફેરફાર થઇ શકે છે અથવા ફ્લાઇટને બીજા માર્ગે વાળવાની ફરજ પણ પડી શકે છે. ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હોવાથી ઍર ઇન્ડિયાએ ઇઝરાયલથી પોતાની ફ્લાઇટ્સના ઉડ્ડયન બંધ કર્યા હોવાથી ત્યાંના ભારતીયો યુદ્ધમાં ફસાઇ ગયા છે.

ભારતની ઇઝરાયલમાંની એલચી કચેરીએ જે ભારતીયોએ સ્વદેશ પાછા ફરવા નોંધણી કરાવી હતી, તેઓને ખાસ ફ્લાઇટની જાણકારી આપતો ઇ-મેલ મોકલ્યો હતો અને સ્વદેશ જવા તૈયાર રહેવાની સૂચના આપી હતી.
ઇઝરાયલમાં હાલમાં અંદાજે 18,000 ભારતીય હોવાનો અંદાજ છે. પેલેસ્ટાઇનના ત્રાસવાદી જૂથ હમાસ' (હરકત અલ-મુકાવામા અલ-ઇસ્લામિયા)એ ઇઝરાયલ પર હુમલો કર્યો તે પછી લેબેનોન, સિરિયાની બાજુએથી પણ ઇઝરાયલ પર હુમલા શરૂ કરાયા હતા. ઇઝરાયલમાંના ભારતીય એલચી સંજીવ સિંગલાએ જણાવ્યું હતું કે અમે અહીંના ભારતીયોને ઇઝરાયલના સલામતી દળો દ્વારા અપાતી સૂચના અને જાહેર કરાતી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા જાણ કરી હતી. ભારતીય એલચી કચેરી દિવસના 24 કલાકની ઇમર્જન્સી હેલ્પલાઇન ચલાવી રહી છે. તેના ફૉન નંબર +972-35226748, + 972-543278392 અને ઇમેલ cos1.Telaviv@mea.Gov.in છે. આ ઉપરાંત, ઇઝરાયલમાંના ભારતીયો ભારતીય એલચી કચેરીની વેબસાઇટ વાિિંંત://શક્ષમયળબફતતુશતફિયહ.ૠજ્ઞદ.ઈંક્ષ/ૂવફતિં?શમ=મૂષૂબ ઉપરથી પણ નોંધણી કરાવી શકે છે. ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં મોટા પાયે વિનાશ વેરવા લશ્કરી કાર્યવાહી હાથ ધરી છે અને અત્યાર સુધીની લડાઇમાં અંદાજે પાંચ હજાર લોકો માર્યા ગયા હતા અને અન્ય હજારો લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ જણાવ્યું હતું કે ભારત સરકારે પોતાના નાગરિકોને યુદ્ધગ્રસ્ત ઇઝરાયલથી સ્વદેશ લાવવા માટે એક ખાસ ફ્લાઇટ તેલ અવીવ મોકલી હતી. ભારત સરકાર ત્યાંની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને ત્યાંથી ભારતીયોને સલામત રીતે સ્વદેશ લાવવા બનતા પ્રયાસ કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે ભારતહમાસ’ના ઇઝરાયલ પરના હુમલાને ત્રાસવાદીઓનું કૃત્ય જ ગણે છે. અમે ઇચ્છીએ છીએ કે પેલેસ્ટાઇનના લોકો પણ ઇઝરાયલની બાજુમાં શાંતિ રહે.

ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચેની લડાઇ ગુરુવારે છઠ્ઠા દિવસમાં પ્રવેશી હતી અને તેમાં અત્યાર સુધીમાં સેંકડો સૈનિકો ઉપરાંત હજારો નિર્દોષ નાગરિકો પણ માર્યા ગયા છે.

`હમાસ’ (હરકત અલ-મુકાવામા અલ-ઇસ્લામિયા) ગાઝા વિસ્તાર પર 2007થી શાસન કરી રહ્યું છે. તેણે છ દિવસ પહેલાં ઇઝરાયલ પર અચાનક પાંચ હજાર રોકેટ છોડતા યુદ્ધ શરૂ થયું હતું અને ત્યાર બાદ લેબેનોન અને સિરિયાની બાજુએથી પણ ઇઝરાયલ પર હુમલા શરૂ થયા હતા.(એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button