રોહિત શર્માના સંન્યાસને લઈ સુનીલ ગાવસ્કરે કરી મોટી ભવિષ્યવાણી…
નવી દિલ્હીઃ ભારતીય ટેસ્ટ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા છેલ્લા થોડા સમયથી કંગાળ ફોર્મનો સામનો કરી રહ્યો છે. ન્યૂ ઝીલેન્ડ બાદ ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ રોહિત શર્મા રન બનાવવા સંઘર્ષ કરતો નજરે પડી રહ્યો છે. પારિવારિક કારણોસર રોહિત શર્મા પ્રથમ ટેસ્ટ નહોતો રમ્યો, બીજી અને ત્રીજી ટેસ્ટમાં તે રમ્યો પણ પ્રતિભા મુજબ દેખાવ કરી શક્યો નહોતો. હિટમેન રોહિતના ખરાબ પ્રદર્શન વચ્ચે પૂર્વ ભારતીય બેટ્સમેન સુનીલ ગાવસ્કરે મોટી વાત કરી છે.
આ પણ વાંચો : 20 સિક્સર અને 13 ફોર, ઉત્તર પ્રદેશના સમીર રિઝવીએ રેકૉર્ડ-બ્રેક ડબલ સેન્ચુરી ફટકારી…
સુનીલ ગાવસ્કરે કહ્યું, રોહિત શર્મા જો 5 મેચની ટેસ્ટ સીરિઝમાં આગામી બે મેચમાં રન નહીં બનાવે તો મને લાગે છે કે તે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી સખે છે. રોહિત શર્મા ખૂબ જ કર્તવ્યનિષ્ઠ ક્રિકેટર છે. રોહિત શર્મા નિશ્ચિત રીતે આગામી બે ટેસ્ટમાં રમશે, પરંતુ તેમાં જો રન બનાવી શકે તો ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી શકે છે.
ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન સીરિઝમાં રોહિત શર્માનો કેવો છે દેખાવ
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઑસ્ટ્રેલિયા સામે રમાયેલી એડિલેડ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગમાં 3 અને બીજી ઈનિંગમાં 6 રન બનાવ્યા હતા. જે બાદ ગાબા ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 10 રન બનાવ્યા હતા, બીજી ઈનિંગમાં બેટિંગનો મોકો મળ્યો નહતો. રોહિત શર્માએ ટીમના હિતને જોતાં છેલ્લી બે ટેસ્ટમાં ઓપનિંગ કર્યુ નહોતું અને છઠ્ઠા ક્રમે બેટિંગમાં આવ્યો હતો.
રોહિત માટે આ નિર્ણય સરળ નહોતો પરંતુ કેએલ રાહુલના દમદાર પ્રદર્શનને જોતાં તેણે આ નિર્ણય લેવો પડ્યો હતો. રોહિત શર્મા સતત ઓપનિંગ કરતો હતો અને અચાનક તેનો બેટિંગ ક્રમ બદલાતા તેની અસર બેટિંગ પર સ્પષ્ટ જોવા મળી રહી છે.
આ પણ વાંચો : Champions Trophy 2025: આ તારીખે રમાશે ભારત-પાકિસ્તાન મેચ, આવું હોય શકે છે શેડ્યુલ
રોહિત શર્માએ અત્યાર સુધીમાં 66 ટેસ્ટમાં 4289 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 212 રન છે. તેણે 12 સદી અને 18 સદી ફટકારી છે.