ગીરના સાવજ હવે મધ્ય પ્રદેશના ભોપાલમાં જોવા મળશે…
ભોપાલઃ મધ્ય પ્રદેશ અને ગુજરાત વચ્ચે 16 વર્ષ પછી સિંહ અને વાઘની અદલાબદલી થઈ હતી.ગુજરાતના ગીરમાંથી સિંહને ભોપાલ લાવવામાં આવ્યા હતા. જ્યારે મધ્ય પ્રદેશમાંથી વાઘને ગુજરાત મોકલવામાં આવશે. આવી સ્થિતિમાં ગુજરાતના સિંહોની ગર્જના એમપીમાં સંભળાશે તો એમપીના વાઘ ગુજરાતમાં જોવા મળશે. આ મુદ્દા પર છેલ્લા 16 વર્ષથી ચર્ચા થઈ રહી હતી, જેના પર હવે સહમતિ બની છે.
આ પણ વાંચો : ગુજરાતમાં નાગરિકો માટે ઉપયોગી બનશે ” Mari Yojna” પોર્ટલ, 680થી વધુ યોજનાની માહિતી ઉપલબ્ધ
શનિવારે વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહ-સિંહણની નવી જોડી આવી પહોંચી હતી. તેને ગુજરાતના જૂનાગઢના સક્કરબાગ ઝૂ માંથી લાવવામાં આવી હતી. આ દંપતિના આગમન સાથે વન વિહારમાં સિંહની સંખ્યા વધીને પાંચ થઈ હતી. પ્રવાસીઓ જાન્યુઆરીથી આ સિંહોને જોઈ શકશે.
વન વિહારના નવ અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ સિંહ દંપતીને લાવવા માટે જૂનાગઢ ગઈ હતી. ટીમ લગભગ 1,000 કિમીનું અંતર કાપ્યા બાદ શનિવારે સાંજે 4:30 વાગ્યે ભોપાલ પહોંચી હતી. વન વિહારમાં લાવવામાં આવેલા સિંહ અને સિંહણ લગભગ ત્રણ વર્ષના છે.
10 દિવસ માટે ક્વોરન્ટાઈન
સિંહ-સિંહણની જોડીને વન વિહાર ખાતે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં તેમની સંભાળ લેવામાં આવશે. 10 દિવસ સુધી ક્વોરન્ટાઈનમાં રહ્યા બાદ તેમને મુલાકાતીઓ જોવા માટે ખુલ્લી જગ્યામાં લાવવામાં આવશે. વન વિભાગ 2006થી આ સિંહો માટે ગુજરાત સરકાર સાથે વાટાઘાટો કરી રહ્યો હતો.
ગુજરાત અહીં વાઘના બદલામાં વૃદ્ધ સિંહની જોડી આપી રહ્યું હતું. રાજ્ય સરકારે તેનો વિરોધ કર્યો હતો. વન વિભાગના વાંધાને પગલે આ પ્રોજેક્ટ અટકાવી દેવામાં આવ્યો હતો. લાંબી વાટાઘાટો પછી, ગુજરાત વન વિભાગ ત્રણ વર્ષના સિંહની જોડી આપવા સહમત થયો હતો.
તેના બદલામાં વન વિહારે ગુજરાતને એક નર વાઘ અને એક માદા વાઘ આપાયો છે. બંને વાઘ લગભગ છ વર્ષના છે. આ વિનિમય સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીની પરવાનગી સાથે કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : Ahmedabad ના સાબરમતી પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ
વન વિહારમાં હાલ એક નર અને બે માદા સિંહ છે. સિંહની સાથે આ નવી જોડી ઉમેરવાથી હવે સિંહની સંખ્યા પાંચ થઈ છે. વન વિહાર માટે આ એક મોટું આકર્ષણ હશે.તેનાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાની તંત્રને આશા છે.