રામ રાખે તેને કોણ ચાખેઃ 8 વાર કાર પલટી છતાં કોઈને ન આવી ઉની આંચ, Viral Video
નાગૌરઃ રાજસ્થાનના નાગૌરમાં એક એવી અવિશ્વનીય ઘટના બની હતી જેને સાંભળીને લોકો પણ હેરાન રહી ગયા હતા. એક કાર ભયંકર દુર્ઘટનાનો શિકાર બની હતી અને જોત જોતામાં 8 વખત પલટી મારી ગઈ હતી પરંતુ કારમાં સવાર એક પણ વ્યક્તિને ઉની આંચ પણ આવી નહોતી. જેને લઈ લોકો આને એક ચમત્કાર જ માની રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વીડિયો વાઇરલ થયો છે.
ક્યાંનો છે આ વીડિયો
રાજસ્થાનના નાગૌરમાં બીકાનેર હાઇવે પર ફૂલ સ્પીડમાં આવતી કાર દુર્ઘટનાનો શિકાર બની હતી.કાર અનેક વખત પલટી મારીને એક એજન્સીના ગેટ સાથે ટકરાઈ હતી. ટક્કર એટલી તીવ્ર હતી કે ગેટ તૂટી ગયો અને કાર ત્યાં જ અટકી ગઈ. કાર એટલી હદ સુધી ક્ષતિગ્રસ્ત થઈ હતી કે અંદર સવાર લોકોની સુરક્ષિત હોવાની સંભાવના નહીંવત હતી. પરંતુ આશ્ચર્યજનક રીતે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
દુર્ઘટના દરમિયાન ગાડીમાંથી આગની જ્વાળા પણ જોવા મળી હતી. જેનાથી એક ક્ષણ માટે ગાડીમાં આગ લાગી હોવાનું માનવામાં આવતું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. આ સીસીટીવી ફૂટેજ હાલ ચર્ચાનો વિષય બન્યા છે અને લોકો તેને ચમત્કાર જ માની રહ્યા છે.
ઘટના દરમિયાન ગાડીમાં સવાર એક વ્યક્તિ ઉછળીને બહાર પડ્યો હતો. તે ઉભો થઈને સીધો એજન્સી તરફ ચાલવા લાગ્યો હતો. જે બાદ ગાડીમાં સવાર બાકી ચાર લોકો પણ સુરક્ષિત બહાર નીકળ્યા હતા. એજન્સીમાં કામ કરતાં એક વ્યક્તિએ કહ્યું, કારમાં સવાર તમામ સુરક્ષિત હતા. અંદર આવતા જ તેઓ હસવા લાગ્યા અને ચા પીવડાવો તેમ કહ્યું હતું.
આ પણ વાંચો…PM Modi એ કુવૈતમાં ભારતીય કામદારોને મળ્યા, કહ્યું ગરીબોનું સન્માન સૌથી મહત્વપૂર્ણ