આમચી મુંબઈ

ક્રિકેટ ફિવર ભારત-પાક મેચ માટે રેલવે દોડાવશે બે સ્પેશિયલ ટ્રેન

મુંબઇ: ભારત-પાકિસ્તાન મેચ માટે ભારતીયોમાં ઉત્સાહ જોવા મળે છે. ઘણા અલગ અલગ આયોજનો થઈ રહ્યા છે ત્યારે રેલવેએ પણ વધારે એક સુવિધા પૂરી પાડી છે. ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે મોટી ભેટ કહી શકાય.

અમદાવાદમાં યોજાનારી ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકોના વધારા ની ભીડ ને સમાવવા માટે પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનોની જોડી ચલાવશે. આ ટ્રેનની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર ૦૯૦૧૩/૦૯૦૧૪ મુંબઈ સેન્ટ્રલ- અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ
ટ્રેન નંબર ૦૯૦૧૩ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ શુક્રવાર, ૧૩ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ ૨૧.૩૦ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૫.૩૦ કલાકે અમદાવાદ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૧૪ અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ અમદાવાદથી રવિવાર, ૧૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ૦૪.૦૦ કલાકે ઉપડશે અને તે જ દિવસે ૧૨.૧૦ કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશા માં દાદર, બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત અને વડોદરા જંકશન સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી ૨ ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર ક્લાસ અને સેક્ધડ ક્લાસ જનરલ કોચ હશે.

ટ્રેન નંબર ૦૯૦૧૩ અને ૦૯૦૧૪ માટે બુકિંગ ૧૨ ઓક્ટોબર ૨૦૨૩ થી તમામ ઙછજ કાઉન્ટર્સ અને ઈંછઈઝઈ વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન તરીકે દોડશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત