આ બોલિવૂડ સ્ટાર ઐશ્વર્યા રાયને અમિતાભ બચ્ચનની યાદ અપાવે છે. જાણો કોણ છે આ સ્ટાર
સોનુ સૂદ એક જાણીતા બોલિવૂડ અભિનેતા છે. તેઓ હાલમાં તેમની નિર્દેશિત ફિલ્મ ‘ફતેહ’ માટે ચર્ચામાં છે. તેઓ આ ફિલ્મમાં એકશન અવતારમાં જોવા મળશે. આ ફિલ્મ 10 જાન્યુઆરીએ રિલીઝ થશે. હાલમાં જ અભિનેતાએ આશુતોષ ગોવારીકરની ફિલ્મ જોધા અકબરમાં કામ કરવા વિશે વાત કરી છે.
આશુતોષ ગોવારીકરની જોધા અકબરમાં સોનુ સૂદ અને ઐશ્વર્યા રાય ભાઈ-બહેનની ભૂમિકામાં હતા. પોતાની બહેનને બચાવવા માટે પોતાનું રાજ્ય જોખમમાં મૂકનાર એક રક્ષણાત્મક ભાઈનું પાત્ર સોનુએ ભજવ્યું હતું.
સોનુએ હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, “મને યાદ છે કે શરૂઆતમાં અમે એક સીન કરી રહ્યા હતા, અને એશ વાત કરી રહી હતી, અને તે અચાનક જ અટકી ગઈ અને તેણે કહ્યું, ‘તમે મને પા’ની યાદ અપાવો છો. ઐશ્વર્યા રાયની વાત સાંભળીને સોનુ સૂદ એક વાર તો ચોંકી ગયો હતો. સોનુ જણાવે છે કે ઐશ્વર્યા ખૂબ જ સ્વીટ, ગ્રેટ કો-સ્ટાર છે. મેં અભિષેક બચ્ચન સાથે યુવા અને હેપ્પી ન્યુ યરમાં કામ કર્યું છે. સિનિયર બચ્ચન સાથે તેમણે ‘બુઢ્ઢા હોગા તેરા બાપ’ ફિલ્મ કરી હતી અને તેમના પુત્રનું પાત્ર ભજવ્યું હતું.
આ પણ વાંચો…Allu Arjun એ ‘પુષ્પા-2’ સ્ક્રીનિંગ અકસ્માત મુદ્દે વિધાનસભામાં હંગામા બાદ કર્યો આ ખુલાસો…
સોનુ સૂદે એ પણ કહ્યું હતું કે લોકો તેમના વિશે ખૂબ જ કન્ફ્યુઝ થઈ જાય છે. ઇજિપ્તમાં મુસાફરી કરતી વખતે, લોકોએ સોનુ સૂદને અભિષેક બચ્ચન ધારી લીધો હતો. સોનુ સૂદે લોકોને કહ્યું કે તેને અમિતાભ અને અભિષેક બચ્ચનના પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. તે પછી પણ લોકોએ સોનુ સૂદને VIP ટ્રીટમેન્ટ આપી હતી.
એ વાત સાચી છે કે સોનુ સૂદના ચહેરામાં અમિતાભ બચ્ચનની ઝલક જોવા મળે છે. કરિયરના શરૂઆતના દિવસોમાં સોનુ સૂદ લોકોને એંગ્રી યંગ મેનની ઘણી યાદ અપાવતો હતો. હવે ઐશ્વર્યા રાયના આ નિવેદને પણ તેની પુષ્ટિ કરી છે.