સ્પોર્ટસ

ભારતીય મહિલાઓનો જયજયકાર…અન્ડર-19 ટીમ બની એશિયન ચેમ્પિયન

કવાલાલમ્પુર: અહીં રવિવારે મહિલાઓ માટેની અન્ડર-19 એશિયા કપ ટી-20 સ્પર્ધાની ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને 41 રનથી હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.

https://twitter.com/BCCIWomen/status/1870706155980476480?t=oF3KKZwO41MJMTTHiQpZew&s=19

ઑલરાઉન્ડર નિકી પ્રસાદના સુકાનમાં રમેલી ભારતીય ટીમને બૅટિંગ માટે આમંત્રણ મળ્યું હતું. ઓપનર ગોંગાડી ત્રિશા (બાવન રન, 47 બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ની મદદથી ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 117 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશની પેસ બોલર ફરઝાના ઇસ્મીને સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.

Also Read – અમદાવાદમાં શ્રેયસના અણનમ 114ને શ્રીજીથના અણનમ 150 રને ઝાંખા પાડ્યા…

ભારતીય સ્પિનર્સના તરખાટને કારણે બાંગ્લાદેશની ટીમ ફક્ત 76 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ભારતીય સ્પિનર આયુષી શુક્લાએ ત્રણ વિકેટ તેમ જ બીજી સ્પિનર પારુનિકા સિસોદિયા તથા સોનમ યાદવે બે-બે વિકેટ લીધી હતી.
ત્રિશાને પ્લેયર ઑફ ધ ફાઇનલનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button