નેશનલવેપાર

Popcorn GST: પોપકોર્ન પર હવે લાગશે ત્રણ પ્રકારના ટેક્સ, ફ્લેવર અને પેકેજિંગ મુજબ દર નક્કી

જેસલમેર : દેશમાં સિનેમાધરોમાં ફિલ્મ જોનારા લોકો સામાન્ય રીતે પોપકોર્ન સાથે ફિલ્મનો આનંદ માણે છે. જોકે, હવે આ શોખ મોંધો પડશે. કારણ કે હવે પોપકોર્નની કિંમત(Popcorn GST)તેના સ્વાદ અને પેકેજિંગ પર નિર્ભર રહેશે. જેમાં રાજસ્થાનના જેસલમેરમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની 55મી બેઠકમાં પોપકોર્ન પરના નવા જીએસટી દરો નક્કી કરવામાં આવ્યા હતા.

કેરેમેલ જેવા સ્વીટ પોપકોર્ન પર 18 ટકા જીએસટી લાગશે
રાજસ્થાનના જેસલમેરમાં નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની 55મી બેઠક અનુસાર, થિયેટરોમાં આપવામાં આવતા મીઠા અને મસાલા સાથેના તાજા પોપકોર્ન પર 5 ટકા જીએસટી વસૂલવામાં આવશે જો કે તે ડબ્બામાં ન હોય તો. જ્યારે કેન અને લેબલવાળા પોપકોર્ન પર 12 ટકા જીએસટી લાગુ થશે. આ સિવાય કેરેમેલ જેવા સ્વીટ પોપકોર્ન પર 18 ટકા જીએસટી લાગશે. જેને સુગર કન્ફેક્શનરી તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા છે.

પોપકોર્નનો કારોબાર લગભગ 1200 કરોડ રૂપિયાનો
પોપકોર્ન માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં એક મોટો બિઝનેસ છે. એક રિપોર્ટ અનુસાર, ગયા વર્ષે 2023માં ભારતમાં પોપકોર્નનો કારોબાર લગભગ 1200 કરોડ રૂપિયાનો હતો અને તે સતત વધી રહ્યો છે. બીજી તરફ, તેનું બજાર આ વર્ષે અત્યાર સુધીમાં વિશ્વભરમાં વધીને 8 અબજ ડોલરથી વધુ થઈ ગયું છે.

આ પણ વાંચો…વિદેશી હૂંડિયામણની અનામતમાં બે અબજ ડૉલરનો ઘટાડો: શું છે કારણો?

ઈન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવાની બાબત અધ્ધરતાલ
ઈન્સ્યોરન્સ સેક્ટરમાં આ વખતે પણ હેલ્થ અને લાઈફ ઈન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવાની આશા અધ્ધરતાલ રહી. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રધાનોના જૂથ (GoM) વચ્ચે સર્વસંમતિના અભાવને કારણે આ મુદ્દો મોકૂફ રાખવામાં આવ્યો હતો. દરખાસ્ત આરોગ્ય અને જીવન વીમા પ્રિમીયમ પરના જીએસટી દરને વર્તમાન 18 ટકા થી ઘટાડીને 5 ટકા કરવાનો હતો. જોકે, આવકમાં સંભવિત ઘટાડાને કારણે રાજ્યો આ માટે સંમત થયા ન હતા. આગામી બેઠક જાન્યુઆરીમાં પ્રસ્તાવિત છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button