ટોપ ન્યૂઝનેશનલ

ISRO રચશે ઇતિહાસ, PSLV-C60 રોકેટ લોન્ચ પેડ પર પહોંચ્યું

નવી દિલ્હી : ઇસરો (ISRO) ટૂંક સમયમાં નવો ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. જેમાં ઈસરોએ શનિવારે સ્પેસ ડોકિંગ પ્રયોગ (SPADEX)ઉપગ્રહોની પ્રથમ ઝલક રજૂ કરી. તેને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં પ્રથમ લોન્ચ પેડ પર મૂકવામાં આવ્યું છે. ઇસરો અનુસાર, સ્પેસ ડોકીંગ પ્રયોગનો ઉદ્દેશ અવકાશમાં અવકાશયાન (PSLV-C60)ના ડોકીંગ અને અનડોકિંગ માટે જરૂરી ટેકનોલોજી વિકસાવવાનો છે.

સ્પેસમાં ડોકીંગ’ ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે
ઈસરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ જાણકારી આપી હતી. આ પ્રક્ષેપણ વાહનને એકીકૃત કરવામાં આવ્યું છે અને હવે તેને ઉપગ્રહોના સ્થાપન અને પ્રક્ષેપણની તૈયારીઓ માટે પ્રથમ ‘લોન્ચિંગ પેડ’ પર ખસેડવામાં આવ્યું છે. SPADEX’ મિશન PSLV દ્વારા લોન્ચ કરાયેલા બે નાના અવકાશયાનનો ઉપયોગ કરીને ‘સ્પેસમાં ડોકીંગ’ કરવાની ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે.

આ પણ વાંચો…દિલ્હીની સ્કૂલોને બૉમ્બ બ્લાસ્ટની ધમકી વિદ્યાર્થીઓએ જ આપી હતી: આ છે કારણ

PSLV-C60 દ્વારા લોન્ચ
જેમાં મળતી માહિતી મુજબ આ મહિનાના અંતમાં તેને PSLV-C60 દ્વારા લોન્ચ કરવામાં આવનાર છે. ISROના અધ્યક્ષ એસ સોમનાથે અગાઉ કહ્યું હતું કે PSLV-C60 મિશન ‘સ્પેસ ડોકિંગ’ પ્રયોગ કરશે. જેને ‘Spadex’ નામ આપવામાં આવ્યું છે. જે સંભવિત રીતે ડિસેમ્બરમાં જ પૂર્ણ થઈ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button